PM ના ભાષણ વચ્ચે જ `મોદી હૈ તો મુમકીન હૈ`ના નારા લાગ્યા અને પછી...
વડાપ્રધાન મોદીના સંબોધન વચ્ચે લોકોએ મોદી-મોદીના નારા સાથે વડાપ્રધાનને વધાવી લીધા હતા
નવી દિલ્હી : G-7 સમ્મેલન માટે ફ્રાંસ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા હતા, તો ત્યાં મોદી-મોદી અને મોદી હે તો મુમકીન હૈના નારા લોકોએ લગાવ્યા. વડાપ્રધાન મોદીએ પણ તેમની ભાવના પર ધ્યાન આપતા જણાવ્યું કે કઇ રીતે તેમની સરકારને ફરી એકવાર પ્રચંડ બહુમતી મળી. વડાપ્રધાન મોદીનાં સંબોધન વચ્ચે લોકોએ મોદી હૈ તો મુમકીન હૈના નારા લગાવવાનું ચાલુ કરી દીધું. આ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજ કારણ છે કે આ વખતે ફરીથી દેશવાસીઓએ પહેલાથી વધારે પ્રચંડ જનાદેશ આપીને અમારી સરકારને સમર્થન આપ્યું. ફરી એકવાર અમને દેશની સેવા કરવાની તક આપી છે.
VIDEO કોમ્પ્યુટરથી પણ તેજ છે આ 10 વર્ષની છોકરીનું મગજ, આંખે પાટો બાંધીને કરે છે આ કામ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ જનાદેશ માત્ર સરકાર ચલાવવા માટે નહી પરંતુ નવા ભારતના નિર્માણ માટે છે. એક એવું નવું ભારત, જેની સમૃદ્ધ સભ્યતા અને સંસ્કૃતી સમગ્ર વિશ્વને ગર્વ હોય. એવું નવું ભારત, જેનું ફોકસ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર પણ હોય અને ઇઝ ઓફ લિવિંગને સુનિશ્ચિત કરવા માટે પણ હોય.
જેટ એરવેઝ કેસમાં નરેશ ગોયલનાં ઘર સહિત 12 સ્થળો પર ઇડીના દરોડા
Big Breaking: સમુદ્રના રસ્તે ભારતમાં ઘૂસ્યા લશ્કરના 6 આતંકીઓ
વડાપ્રધાને કહ્યું કે, ભારતમાં છેલ્લા પાંચ વર્ષોમાં અનેક સકારાત્મક પરિવર્તનો થયા. તેના કેન્દ્રમાં ભારતની યુવા શક્તિ, ગામ, ગરીબ, ખેડૂત, નારી શક્તિ કેન્દ્ર બિંદુમાં રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ફ્રાંસ ખાતે અધિકારીક પ્રવાસમાં છે. જ્યાં તેમણે ભારતીય સમુદાયનું પણ સંબોધન કર્યું હતું.