G-20 Summit: પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ દરમિયાન કહ્યું કે દુનિયાની સમસ્યાઓને પહોંચી વળવામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ નિષ્ફળ રહ્યું છે. આપણે તેમાં પૂરતો સુધારો કરી શક્યા નથી. નામ લીધા વગર પ્રધાનમંત્રીએ અમેરિકા અને યુરોપના દેશોને શિખામણ આપતા કહ્યું કે આપણે એનર્જીના સપ્લાય પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. રશિયા યુક્રેન બાદ અમેરિકા અને યુરોપના દેશ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેનો ઉલ્લેખ પણ પીએમ મોદીએ કર્યો છે. તેમણે કહ્યું કે દુનિયાને જી-20 પાસેથી ખુબ આશાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ, કોવિડ મહામારી, યુક્રેનનો ઘટનાક્રમ અને તેની સાથે જોડાયેલી વૈશ્વિક સમસ્યાઓએ મળીને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. ગ્લોબલ સપ્લાય ચેન્સ વેર વિખેર થઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં જિંદગી માટે જરૂરી ચીજોના સપ્લાયનું સંકટ બનેલું છે. દરેક દેશના ગરીબ નાગરિકો માટે પડકાર વધુ ગંભીર છે. તેઓ પહેલેથી જીવનમાં ઝઝૂમી રહ્યા હતા. તેમની પાસે બેવડા માર સામે ઝૂઝવાની આર્થિક ક્ષમતા નથી. 


યુએન નિષ્ફળ રહ્યું
પીએમ મોદીએ કહ્યું કે આપણે એ વાતને સ્વીકારવામાં જરાય સંકોચ કરવો જોઈએ નહીં કે સંયુક્ત રાષ્ટ્ર જેવી મલ્ટીલેટરલ સંસ્થાઓ આ મુદ્દાઓ પર નિષ્ફળ રહી છે અને આપણે બધા તેમાં જરૂરી સુધારો કરવામાં પણ નિષ્ફળ રહ્યા છીએ. આથી આજે જી-20 પાસે વિશ્વને વધુ અપેક્ષાઓ છે, આપણા સમૂહની પ્રાસંગિકતા વધી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube