ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રીનાં બળવાખોર સુર, પિતાની વિરુદ્ધ ટ્વીટ કરીને કર્યો ચોંકાવનારી વાત
મિનેસોટામાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડ (George Floyd) ના મોતના વિરોધમાં અમેરિકામાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. જે દિવસેને દિવસે વધુને વધુ ઉગ્ર બનતા જઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) નાની પુત્રી ટિફની ટ્રમ્પે (Tiffany Trump) પણ પ્રદર્શનકર્તાઓનું સમર્થન કર્યું છે. લૉ ગ્રેજ્યુએટ ટિફનીએ ઇંસ્ટાગ્રામ દ્વારા જ્યોર્જનાં મોત અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો.
વોશિંગ્ટન : મિનેસોટામાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડ (George Floyd) ના મોતના વિરોધમાં અમેરિકામાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. જે દિવસેને દિવસે વધુને વધુ ઉગ્ર બનતા જઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) નાની પુત્રી ટિફની ટ્રમ્પે (Tiffany Trump) પણ પ્રદર્શનકર્તાઓનું સમર્થન કર્યું છે. લૉ ગ્રેજ્યુએટ ટિફનીએ ઇંસ્ટાગ્રામ દ્વારા જ્યોર્જનાં મોત અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો.
LIVE: ઓસ્ટ્રેલિયાના PM ને ગુજરાતી ખીચડીનું વળગણ, વર્ચ્યુઅલ સમિટમાં પણ કર્યો ઉલ્લેખ
ટિફનીએ બ્લેક સ્ક્રીન પોસ્ટ સાથે #blackoutTuesday #justiceforgeorgefloyd હેશટેગનો પ્રયોગ કર્યો. ટિફનીએ હેલન કેલરનો એક ક્વોટ પણ ટાંક્યો કે, એકલા આપણે ઘણુ ઓછુ પ્રાપ્ત કરી શકીએ છીએ, એક સાથે ઘણુ બધું. ટિફનીની પોસ્ટ વોશિંગ્ટન ખાતે વ્હાઇટ હાઉસની બહાર પોલીસ પ્રદર્શનકર્તાઓ પર ટિયર ગેસ શેલ છોડવાની ઘટના બાદ આવી. ટિફનીની માં માર્લા મેપલ્સ (ટ્રમ્પની બીજી પત્ની) દ્વારા પણ પ્રદર્શનકર્તાઓનું સમર્થન કરવામાં આવ્યું અને બ્લેક સ્ક્રિન પોસ્ટ કરવામાં આવી હતી.
લદ્દાખમાં તણાવ વચ્ચે ઉતરાખંડમાં પણ સેના સતર્ક, માર્ગ નિર્માણનું કામ બમણી ગતિએ ચાલુ કર્યું
એપ્રીલમાં કોવિડ પોઝિટિવ આવ્યો હતો જ્યોર્જ ફ્લોઇડ
જ્યોર્જ ફ્લોઇડની પોસ્ટમોર્ટમ રિપોર્ટ બુધવારે બહાર આવી અને તેમાં માહિતી મળી કે, તે એપ્રીલમાં કોવિડ 19 પોઝિટિવ હતો. 46 વર્ષીય ફ્લોઇ ત્રણ એપ્રીલે કોરોના વાયરસ સંક્રમિત હતો. ફ્લોઇનાં પરિવારની પરવાનગી બાદ 20 પેજનો આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
અનલોક 1.0 ની અસર? 24 કલાકમાં રેકોર્ડ 9304 કોરોના પોઝિટિવ દર્દી આવતા હડકંપ
મોતનું કારણ મેળવવા માટે અધિકૃત સરકારી અધિકારીએ સોમવારે જણાવ્યું કે, તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. ફ્લોઇડનાં મૃત્યુ બાદ તેના નાકમાંથી નમુના લેવામાં આવ્યા હતા અને તે કોરોના પોઝિટિવ હતો. મોત સમયે કોરોના પોઝિટિવ હોવાનો અર્થ છે કે પહેલાનું સંક્રમણ તેનામાં હતું. જો કે એવું કોઇ કારણ નથી મળ્યું કે તેના મોતની પાછળનું કારણ કોરોના સંક્રમણ હોય.
કોરોનાથી બચવા આ જરૂર વાંચો: ઉતરાખંડને કોરોના વાયરસથી બચાવી રહી છે આયુર્વેદિક કીટ
એક શ્વેત પોલીસ અધિકારીએ લગભગ 9 મિનિટ સુધી ફ્લોઇડની ગર્દન દબાવી રાખી હતી. જેના કારણે તેનો શ્વાસ રૂંધાતા તેનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ ન્યૂયોર્ક ટાઇમ્સ અને અમેરિકાના અન્ય હિસ્સાઓમાં સેંકડો પ્રદર્શનકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ન્યૂયોર્કનાં અનેક હિસ્સાઓમાં પણ પ્રદર્શનકર્તાઓ બેકાબુ બન્યા હતા.
મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube