નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બુધવારે સાંજે ચીનને મોટો ફટકો પડ્યો, તેના એક પ્રેસ વકતવ્યને અમેરિકાએ છેલ્લી ઘડીએ પોતાની આપત્તિ નોંધાવીને અટકાવી દીધુ. વાત જાણે એમ છે કે ચીને સોમવારે કરાચી સ્ટોક એક્સચેન્જમાં થયેલા આતંકી હુમલાની ટીકા કરતા ભારત વિરુદ્ધ પોતાની આ ચાલ ચલી હતી. પરંતુ તેના આ પ્રસ્તાવ પર બે અલગ અલગ દેશો દ્વારા આપત્તિ વ્યક્ત કરાતા તેને ફટકો પડ્યો. આ પ્રેસ વકતવ્યમાં મોડું કરાવનાર બીજો દેશ અમેરિકા હતો. આ અગાઉ  જર્મનીએ મંગળવારે સ્ટેટમેન્ટ બહાર પાડીને પોતાની આપત્તિ વ્યક્ત કરી હતી. બંને દેશોનું આ પગલું ભારત સાથે તેમના મજબુત સંબંધો તરફ એક શાંત સંકેત ગણી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની 'ડિજિટલ સ્ટ્રાઈક'થી ચીન પરેશાન, ડ્રેગને સ્વીકાર્યું- એપ પ્રતિબંધથી થશે અબજો ડોલરનું નુકસાન!


આ અગાઉ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સોમવારે કરાચી સ્ટોક એક્સચેન્જ પર થયેલા આતંકી હુમલાનો આરોપ ભારતને માથે મઢ્યો હતો. આ હુમલામાં ચાર સુરક્ષા ગાર્ડ, એક પોલીસ અધિકારી અને 4 આતંકીઓ સહિત 9 લોકોના મોત થયા હતાં. 


ચીને આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરતા પાકિસ્તાન સાથે પોતાના મજબુત સંબંધો દર્શાવવા હેતુસર આ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. ચીને આ પ્રેસનોટ મંગળવારે રજુ કરી હતી અને યુએનએસસીના નિયમો મુજબ ન્યૂયોર્કના સ્થાનિક સમય મુજબ જો કોઈ સભ્ય સાંજે 4 વાગ્યા સુધી આપત્તિ વ્યક્ત ન કરે તો તેને પાસ ગણવામાં આવે છે. 


ભારત બાદ હવે અમેરિકાએ ચીનને આપ્યો ઝટકો, Huawei- ZTEને ગણાવી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ


આ જ ઈરાદે ચીને તેને 'સાઈલેન્સ' પ્રોસીજર હેઠળ રજુ કર્યું હતું.  આ સ્ટેટમેન્ટ આતંકી હુમલાની ટીકા કરવા માટે સામાન્ય પ્રક્રિયા હતી, જે UNSC આવા હુમલા બાદ સમયાંતરે બહાર પાડે છે. સાઈલેન્સ પ્રોસિજર હેઠળ, જો નક્કી સમયમર્યાદા હેઠળ કોઈ આ પ્રસ્તાવ પર આપત્તિ ન જતાવે તો તેને પાસ ગણવામાં આવે છે.


જુઓ LIVE TV


59 એપ બેન પર ચીની માટે વધુ એક ખરાબ સમાચાર, ભારતના સપોર્ટમાં ખુલીને આવ્યું અમેરિકા


પરંતુ જર્મનીએ મંગળવારે સાંજે 4 વાગે લગભગ તેમા હસ્તક્ષેપ કર્યો. યુએનમાં જર્મનીના રાજદૂતે કહ્યું કે પાકિસ્તાનના વિદેશમંત્રી એસએમ કુરેશીએ આ હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે જે સ્વીકાર કરી શકાય નહી. જેના પર ચીની રાજદૂતે જોરદાર વિરોધ કરતા કહ્યું કે નક્કી સમય 4 વાગ્યા કરતા વધુ વીતી ગયો છે. પરંતુ આ પ્રસ્તાવ પર ડેડલાઈનને 1 જુલાઈ(બુધવાર) સવારે 10 વાગ્યા માટે વધારવામાં આવી. 


પરંતુ આજે જેવા 10ની નજીક કાંટો પહોંચ્યો તો અમેરિકાએ પણ અંતિમ ક્ષણોમાં આ પ્રસ્તાવ પર આપત્તિ વ્યક્ત કરી દીધી. જાણકારોનું માનવું છે કે ભલે સ્ટેટમેન્ટ બહાર પડે પરંતુ ચીન અને પાકિસ્તાનને યુએનએસસીમાં પાછળ ધકેલવાનો અર્થ મોટા સ્તર પર આ બંને દેશો વિરુદ્ધ વૈશ્વિક નારાજગી તરીકે જોવામાં આવી રહી છે.  


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube