પાકિસ્તાનને FATFનો ઝટકો, ટેરર ફન્ડિંગ માટે હજુ પણ ગ્રે લિસ્ટમાં રહેશે
ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ બુધવારે નિર્ણય કર્ય કે પાકિસ્તાનને હાલ ગ્રે લિસ્ટમાં રાખવામાં આવશે કારણ કે તે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પહોંચતા ફન્ડિંગને રોકી શક્યું નથી.
ઇસ્લામાબાદઃ ભારતમાં આતંકી હુમલાને અંજામ આપતા સંગઠનોને આસરો આપનાર પાકિસ્તાનને વધુ એક આંતરરાષ્ટ્રીય મંચ પર ઝટકો લાગ્યો છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ બુધવારે નિર્ણય કર્ય કે પાકિસ્તાનને હાલ ગ્રે લિસ્ટમાં રાખવામાં આવશે કારણ કે તે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પહોંચતા ફન્ડિંગને રોકી શક્યું નથી. FATFનો આ નિર્ણય તેવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાએ પોતાના રિપોર્ટમાં પાકિસ્તાનને ભારત, અફઘાનિસ્તાન અને શ્રીલંકામાં આતંકી હુમલા કરનાર સંગઠનોને પાળનારની જગ્યા ગણાવી છે.
27 બિંદુઓના પ્લાન પર નિષ્ફળ
વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજીત FATFના અધિવેશનની અધ્યક્ષતા ચીનન શિયાંગમિન લિઉએ કરી હતી. આ અદિવેશનમાં તે વાતનો નિર્ણય કરવાનો હતો કે તેને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવે કે બ્લેક લિસ્ટ કરવામાં આવે. FATFએ આતંકવાદને નાણાકીય પોષણ રોકવા અને મની-લોન્ડરિંગ વિરુદ્ધ પગલા ભરવાને લઈને 27 બિંદુઓનો એક્શન પ્લાન બનાવ્યો હતો અને તેનું પાલન ન કરવા પર તેને બ્લેક લિસ્ટમાં નાખવાની પણ આશંકા હતી.
પાકિસ્તાનના જ્ઞાની નેતાઓ એકે કહ્યું તીડ ખાવાની કોરોના થશે ખતમ, બીજાએ કહ્યું કોવિડ 19 વાયરસને 19 પગ છે
બધા દેશોને મળ્યું છે એક્સટેન્શન
પાકિસ્તાનને પાછલા વર્ષે ઓક્ટોબર બાદથી બે વાર એક્સટેન્શન મળી ચુક્યું છે. આ વખતે કોરોના વાયરસ મહામારીનો હવાલો આપતા FATFએ તે બધા દેશોને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો જે પહેલાથી તેમાં સામેલ હતા. તો જે દેશ બ્લેક લિસ્ટમાં હતા તે તેમાં રહેશે. બધા દેશોની ટેરર ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગની સ્ક્રૂટિની ઓક્ટોબર 2020 સુધી જારી રાખવામાં આવશે.
પાકિસ્તાની સંસદમાં ઘટસ્ફોટ 40% ટકા પાયલોટ નકલી ડિગ્રી સાથે ઉડાવે છે પ્લેન
જૈશ-લશ્કરને કરવા દીધુ ઓપરેટ
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટની કંટ્રો રિપોર્ટસ ઓન ટેરેરિઝમમાં વર્ષ 2019માં પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતને નિશાન બનાવી રહેલા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પાકિસ્તાને પોતાની જમીનથી ઓપરેટ કરવા દીધા છે. પાકિસ્તાને જૈશના સંસ્થાપક અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરી ચુકાયેલા મસૂદ અઝહર અને 2008ના મુંબઈ ધમાકાના પ્રોજેક્ટ મેનેજર સાજીદ મીર જેવા કોઈ આતંકી વિરુદ્ધ પગલા ભર્યા નથી. આ બંન્ને કથિત રૂપથી પાકિસ્તાનમાં આઝાદ ફરી રહ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube