નવી  દિલ્હીઃ ચીન હવે અમેરિકાને પછાડી વિશ્વનો સૌથી ધનવાન દેશ બની ગયો છે. છેલ્લા બે દાયકામાં  વૈશ્વિક સંપત્તિમાં ત્રણ ગણો વધારો થવાને કારણે ચીને દુનિયાના સૌથી ધનીક દેશ અમેરિકાને પાછળ છોડી દીદો છે. મૈકિન્સે એન્ડ કંપનીના રિસર્ચ આર્મે આ જાણકારી આપી છે. આ રિપોર્ટ આવકના 60 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરનાર 10 ગેશોની રાષ્ટ્રીય બેલેન્સ શીટની તપાસ બાદ તૈયાર કરવામાં આવ્યો છે. બ્લૂમબર્ગ ટીવીની સાથે એક ઈન્ટરવ્યૂમાં જ્યૂરિખમાં મૈકિન્સે ગ્લોબલ ઈન્સ્ટિટ્યુટના એક પાર્ટનર જાન  મિશલે કહ્યુ- હવે અમે પહેલાથી વધુ અમીર છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૈકિન્સે એન્ડ કંપની દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર 2020માં 156 ટ્રિલિયન ડોલરથી 2020માં દુનિયાભરમાં શુદ્ધ સંપત્તિ વધીને 512 ટ્રિલિયન ડોલર થઈ ગઈ. ચીન દુનિયાભરના લિસ્ટમાં સૌથી ઉપર આવ્યું, જે લગભગ એક તૃતિયાંશ વૃદ્ધિ દર્શાવે છે. 2020માં ચીનની સંપત્તિ વધીને 120 ટ્રિલિયન ડોલર થી ગઈ, જે 2000માં માત્ર 7 ટ્રિલિયન ડોલર હતી. આ 20 વર્ષમાં 113 ટ્રિલિયન ડોલરની છલાંગ દર્શાવે છે કે, તેની મદદથી ચીન અમેરિકાને પાછળ છોડી વિશ્વનો સૌથી ધનીક દેશ બની ગયો છે. આ સમય દરમિયાન અમેરિકાની કુલ સંપત્તિ ડબલથી વધુ 90 ટ્રિલિયન ડોલર વધી. પરંતુ સંપત્તિની કિંમતોમાં ઓછી વૃદ્ધિને કારણે અમેરિકા ચીનને હરાવી શક્યું નહીં.


આ પણ વાંચોઃ 'ભારત-પાક બોર્ડર પાસે ન જતા', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી


10 ટકા અમીરો પાસે સૌથી વધુ સંપત્તિ છે
રસપ્રદ વાત એ છે કે, યુ.એસ. અને ચીન બંનેમાં, બે તૃતીયાંશ કરતાં વધુ સંપત્તિ સૌથી ધનાઢ્ય 10 ટકા પરિવારો પાસે છે અને તેમનો હિસ્સો વધી રહ્યો છે, આ વાત બ્લૂમબર્ગ દ્વારા રજૂ કરાયેલ મેકિન્સે એન્ડ કંપનીના અહેવાલમાં સામે આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube