લાહોર: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદને કેટલાય વર્ષોમાં પહેલીવાર સરકારે અહીંના કદ્દાફી સ્ટેડિયમમાં બુધવારે ઈદની નમાજનું નેતૃત્વ કરવા દીધુ નહીં. આ જગ્યા તેની મનપસંદ છે. ત્યારબાદ સઈદે પોતાના જૌહર કસ્બા સ્થિત ઘર પાસે એક સ્થાનિક મસ્જિદમાં નમાજ અદા કરી. તેના સંગઠન જમાત ઉદ દાવાને સંયુક્ત રાષ્ટ્રએ આતંકી સંગઠન જાહેર કરેલુ છે. આ ઘટનાક્રમ સાથે નજીકથી જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે જેડીયુના પ્રમુખ સઈદ કદ્દાફી સ્ટેડિયમમાં નમાજનું નેતૃત્વ કરવા માંગતો હતો પરંતુ તેને એક દિવસ અગાઉ જ  પંજાબ સરકારના એક અધિકારીએ આવું ન કરવા માટે જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના 'ખાસ મિત્ર દેશ'માં જ મુસ્લિમો પર અત્યાચાર, અનેક મસ્જિદો તોડી, રમજાન સાવ ફિક્કો 


જો તે પોતાની યોજના (ઈદનની નમાજનું નેતૃત્વ કરવા) પર આગળ વધશે તો સરકાર તેની ધરપકડ પણ કરી શકે છે. તેમણે જણાવ્યું કે સરકારના નિર્દેશ બાદ સઈદ પાસે કોઈ બીજો વિકલ્પ નહતો અને તેણે કદ્દાફી સ્ટેડિયમમાં નમાજનું નેતૃત્વ કરવાની પોતાની યોજના  રદ કરી નાખી. નોંધનીય છે કે સઈદ આ સ્ટેડિયમમાં ઘણા વર્ષોથી ઈદ અને બકરી ઈદની નમાજનું નેતૃત્વ કરતો આવ્યો છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...