વોશિંગ્ટન: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ રવિવારના સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin)ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. ભારત સરકારે કહ્યું છે કે, વેક્સીન સૌથી પહેલા ફ્રન્ટ લાઈન વર્કર્સને આપવામાં આવશે. આ વચ્ચે અમેરિકાથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કસ વેક્સીન લેવાથી ઇનકાર કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બ્રિટનમાં AstraZeneca-Oxford vaccine આપવાનું શરૂ, 82 વર્ષના વયોવૃદ્ધને રસી આપવામાં આવી


29 ટકા હેલ્થ વર્કરે કર્યો ઇનકાર
કેસર ફેમેલી ફાઉન્ડેશન (Kaiser Family Foundation) દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે 29 ટકા સ્વાસ્થ્ય કર્મી (Healthcare Workers) રસી લેવાથી અચકાઈ રહ્યાં હતા. સર્વેમાં જાણવા મળ્યું છે કે, સ્વાસ્થ્ય કર્મી કોરોના વેક્સીન (Corona Vaccine)થી થતા સાઈડ ઇફેક્ટના કારણે ચિંતામાં છે અને સાથે જ તેમને સરકાર દ્વારા વેક્સીનને સુરક્ષિત ગણાવતા દાવા પર વિશ્વાસ નથી.


આ પણ વાંચો:- ચીનના અબજપતિ અને અલીબાબા સમૂહના માલિક છેલ્લા 2 મહિનાથી 'ગૂમ'


બ્લેક અમેરિકીઓને વધારે ડર
પત્રિકા 'ધી લેંસેટ ઓન ધી સમર' દ્વારા પ્રકાશિત એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોના વેક્સીનને લઈ બ્લેક અમેરિકી (Black Americans) લોકો માં વધારે ડર હતો અને સર્વેમાં સામેલ માત્ર 43 ટકા બ્લેક અમેરિકીઓએ કહ્યું છે કે, તેઓ વેક્સીન જરૂરથી લગાવશે.


આ પણ વાંચો:- દરેક ભારતીય માટે ગર્વની પળ!, UN Security Council માં આજે ભારતનો તિરંગો લહેરાશે


ચોંકાવનારા છે આ આંકડા
આ સપ્તાહની શરૂઆતમાં ઓપિયોના ગવર્નર માઈક ડેવિન (Mike DeWine)એ કહ્યું હતું કે, તેઓ ઘણા પરેશાન છે. કેમ કે, જે નર્સિંગ સ્ટાફને વેક્સીન માટે પસંદ કરવામાં આવ્યો હતો, તેમાંથી વેક્સીન લેવાની સંખ્યા ઘણી ઓછી છે. તેમણે કહ્યું હતું કે, લગભગ 60 ટકા નર્સિંગ સ્ટાફે વેક્સીન શોટ લેવાની ના પાડી છે. આ સાથે જ ફાયરફાઈટર્સ એસોસિએશનના અધ્યક્ષે દાવો કર્યો છે કે, ન્યૂયોર્કના અગ્નિશમન વિભાગના 55 ટકા કર્મચારીઓએ કહ્યું છે કે તેઓ વેક્સીન લેવા ઇચ્છતા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube