બ્રિટનમાં AstraZeneca-Oxford vaccine આપવાનું શરૂ, 82 વર્ષના વયોવૃદ્ધને રસી આપવામાં આવી

ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા બનાવનારી કંપની એસ્ટ્રાજેનેકાની ભાગીદારીમાં વિક્સિત કોરોના રસી કોવીશિલ્ડ (Oxford University and AstraZeneca's Covid Vaccine Covishield) ના મર્યાદિત ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી દેતા સવાલ ઉઠી રહ્યા છે પરંતુ બ્રિટનમાં સોમવારે આ રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે.

બ્રિટનમાં AstraZeneca-Oxford vaccine આપવાનું શરૂ, 82 વર્ષના વયોવૃદ્ધને રસી આપવામાં આવી

લંડન: ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા બનાવનારી કંપની એસ્ટ્રાજેનેકાની ભાગીદારીમાં વિક્સિત કોરોના રસી કોવીશિલ્ડ (Oxford University and AstraZeneca's Covid Vaccine Covishield) ના મર્યાદિત ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી દેતા સવાલ ઉઠી રહ્યા છે પરંતુ બ્રિટનમાં સોમવારે આ રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી રોયર્ટસના જણાવ્યાં મુજબ અહીં સૌથી પહેલા એક 82 વર્ષના વૃદ્ધને કોવીશિલ્ડની રસી આપવામાં આવી છે. બ્રાયન પિંકર (Brian Pinker) નામના આ વડીલ ડાયેલિસિસના દર્દી છે જેમને ઓક્સફોર્ડ સ્થિત એક હોસ્પિટલમાં કોવિડ-19 વિરુદ્ધ દેશમાં વિક્સિત રસી આપવામાં આવી. 

બ્રિટનમાં પહેલેથી આપવામાં આવી રહી છે ફાઈઝરની રસી
કોવીશિલ્ડને બ્રિટનના દવા નિયામક સંસ્થા (Drug Regulatory Institution) એ 30 જાન્યુઆરીના રોજ મર્યાદિત ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. ત્યારે બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેન્કાકે કહ્યું હતું કે 4 જાન્યુઆરીથી ઓક્સફોર્ડની કોરોના રસી મૂકાવવાનું કામ શરૂ થઈ જશે. ઓક્સફોર્ડની આ રસી ખુબ સસ્તી છે અને તેને સામાન્ય ફ્રીજમાં રાખી શકાય છે. જેનાથી તેને લગાવવું સરળ છે. બ્રિટને પહેલેથી કોવિશીલ્ડના 10 કરોડ ડોઝના ઓર્ડર આપી રાખ્યા છે. આ બાજુ  અમેરિકી દવા નિર્માતા કંપની ફાઈઝર (Pfizer) ની રસી પણ લાખો બ્રિટિશ નાગરિકોને અપાઈ ચૂકી છે. 

— ANI (@ANI) January 4, 2021

સીઈઓનો દાવો- 100 ટકા સુરક્ષા આપશે કોવીશિલ્ડ
એસ્ટ્રાજેનેકાના સીઈઓ પાસ્કલ સોરિયટે દાવો કર્યો છે કે તેમની રસી કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ કારગાર સાબિત થશે. તેમણે કહ્યું કે તેમની રસી કોરોના વિરુદ્ધ 100 ટકા સુરક્ષા આપશે. તેમણે એમ પણ કહ્યું કે ટ્રાયલના પરિણામોમાં તેમની રસીને ફાઈઝર-બાયોએનટેકની 95% અને મોર્ડનાની 94.5% બરાબર Efficacy મેળવી છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે બે ડોઝ બાદ એફિકેસી મેળવવાનો ફોર્મ્યુલા મળી ગયો છે. 

(રોયટર્સ અને એએનઆઈના ઈનપુટ સાથે)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news