કાઠમંડુ: ગરમીથી બેહાલ ઉત્તર ભારતીયો હાલ બરફની શોધમાં પહાડો તરફ વળ્યાં છે.  એટલી મોટી સંખ્યામાં લોકો પહાડો પર પહોંચી રહ્યાં છે કે ત્યાં પણ જોખમ તોળાઈ રહ્યું છે. તાજા સર્વેમાં દાવો કરાયો છે કે પહાડો પર ભીડ વધવાથી હિમાલયને નુકસાન પહોંચી રહ્યું છે. સર્વેમાં એવો દાવો કરાયો છે કે વધતા તાપમાનના કારણે હિમાલયની સાડા છસ્સો ગ્લેશિયર પર ખતરો તોળાઈ રહ્યો છે. એક રિસર્ચમાં દાવો કરાયો છે કે ગ્લેશિયરોની પીગળવાની ઝડપ બમણી થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયન્સ એડવાન્સ્ડ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ મુજબ 1975થી 2000 વચ્ચે આ ગ્લેશિયર દર વર્ષે 10 ઈંચ ઘટી રહી હતી. પરંતુ 200-2016 દરમિયાન તે વાર્ષિક 20 ઈંચ સુધી ઘટવા લાગી. જેનાથી લગભગ આઠ અબજ ટન પાણીનું નુકસાન થઈ રહ્યું છે. 


239 લોકોનો ભોગ લેનારા વિમાન MH-370 અકસ્માત અંગે મોટો ખુલાસો, જાણી જોઈને પાઈલટે કર્યું ક્રેશ!


કોલંબિયા યુનિવર્સિટીના અર્થ ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચરોએ ઉપગ્રહથી લીધેલી 40 વર્ષની તસવીરોને આધાર બનાવીને આ અભ્યાસ કર્યો છે. આ તસવીરો અમેરિકી જાસૂસી ઉપગ્રહ તરફથી લેવાઈ હતી. સર્વે રિપોર્ટમાં કહેવાયું છે કે આ તસવીરો ભારત, નેપાળ, ચીન અને ભૂટાનના ભાગમાં આવતા હિમાલય 650 ગ્લેશિયરની છે. હાલમાં જ નેપાળ સરકારે પણ હિમાલયની ગ્લેશિયરો ઝડપથી પીગળી રહી હોવાનો દાવો કર્યો હતો. 


જાણકારો માને છે કે એક બાજુ હિમાલય ઝડપથી પીગળી રહ્યો છે જ્યારે બીજી બાજુ ભારત સહિત આસપાસના દેશોમાં ઝડપથી ભૂગર્ભ પાણીનો વપરાશ વધી રહ્યો છે. તેનાથી પૃથ્વીમાં જળસ્તર ઘણું નીચે જઈ રહ્યું છે. ધરતી પર પાણીની અછતથી તાપમાનને અસર થઈ રહી છે જેની સીધી અસર હિમાલય પર પડી રહી છે. કહેવાય છે કે હિમાલયની ગ્લેશિયરો ઝડપથી પીગળતા સમુદ્રના જળસ્તરમાં વધારો થશે જે સીધે સીધો માનવ વસ્તીને અસર કરશે. એમ પણ કહી શકાય કે ધરતીની ઈકો સિસ્ટરમમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. 


જુઓ LIVE TV


PM મોદીએ સર્વપક્ષીય બેઠક બાદ નેતાઓનો આભાર માન્યો, કહ્યું-અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા


આ વસંતમાં સર્વોચ્ચ શિખરને સર કરવાના પ્રયત્નોમાં આંતરરાષ્ટ્રીય પર્વતારોહકોમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની હતી. આ વખતે કુલ 78 ભારતીય પર્વતારોહકોને મંજૂરી મળી હતી. 


પર્યટન વિભાગના ડાઈરેક્ટર ડાંડુ રાજ ધિમિરે કહ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા માઉન્ટ એવરેસ્ટ પર મોતના આંકડાને લઈને અપાયેલી ખોટી જાણકારી તરફ અમારું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે 'ભીડભાડ' થવાથી જીવ ગયા નથી. 


ભીડભાડ ત્યારે થાય છે જ્યારે અનેક પર્વતારોહકોમાં એક જ સમયે શિખર પર પહોંચવાની હોડ રહે છે. ખાસ કરીને 8000 મીટરથી વધુ ઊંચાઈ પર જોખમ હોય છે જેને 'ડેથ ઝોન' તરીકે ઓળખવામાં આવે છે. 


UP: લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો, ગાડી નહેરમાં ખાબકતા 6 બાળકો તણાઈ ગયાની આશંકા


ધ હિમાલયન ટાઈમ્સના અહેવાલ મુજબ વિભાગનું નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે પર્વતારોહકોની સુરક્ષાને અવણતા દુનિયાના સૌથી ઊંચા શિખર પર પહોંચવા માટે વધુ પડતી પરમિટ આપવા બદલ તેની આકરી ટીકા થઈ રહી  હતી. 


ધિમિરના જણાવ્યાં મુજબ પર્વતારોહકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે તેમનું મોત ઊંચાઈ સંબંધિત બીમારીઓ, નબળાઈ કે પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિઓના કારણે થયા હતાં. વિભાગે નિવેદનમાં કહ્યું કે તેઓએ 2017માં 366 પરમિટ આપ્યા હતાં જ્યારે 2018માં 346 પરમિટ આપ્યાં હતાં. આ વર્ષે ચઢાઈ માટે381 પરમિટ આપવામાં આવ્યાં હતાં જે અન્યની સરખામણીમાં બહુ વધારે નથી. 


નિવેદનમાં કહેવાયું છે કે આથી એ ખોટું છે કે માઉન્ટ એવરેસ્ટ પર ભીડભાડના કારણે પર્વતારોહકોના મોત થયાં. અમે બધાને ભલામણ કરીએ છીએ કે ખોટી જાણકારીના પ્રભાવમાં ન આવે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...