UP: લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો, ગાડી નહેરમાં ખાબકતા 6 બાળકો તણાઈ ગયાની આશંકા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઈન્દિરા નહેર પાસે મોટો અકસ્માત થયો છે. લગ્ન સમારંભમાંથી પાછી ફરેલી એક ગાડી નહેરમાં ખાબકી. આ ગાડીમાં 15થી 16 લોકો સવાર હતાં જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં અડધા ડઝન જેટલા બાળકો નહેરમાં વહી ગયા છે. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 

UP: લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો, ગાડી નહેરમાં ખાબકતા 6 બાળકો તણાઈ ગયાની આશંકા

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઈન્દિરા નહેર પાસે મોટો અકસ્માત થયો છે. લગ્ન સમારંભમાંથી પાછી ફરેલી એક ગાડી નહેરમાં ખાબકી. આ ગાડીમાં 15થી 16 લોકો સવાર હતાં જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં અડધા ડઝન જેટલા બાળકો નહેરમાં વહી ગયા છે. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 

— ANI UP (@ANINewsUP) June 20, 2019

લખનઉના નગરામ પોલીસ સ્ટેશનના પટવા ખેડા ગામ પાસે ઈન્દિરા નહેરમાં આ અકસ્માત થયો. પોલીસ ફોર્સ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કાર્ય હાલ ચાલુ છે. અડધો ડઝન જેટલા છોકરાઓ નહેરમાં લાપત્તા છે. બાળકોને શોધવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે છે. તમામ લોકો બારાબંકીથી લોની કટરાના સરાય પાંડે ગામના હોવાનું કહેવાય છે. 

જુઓ LIVE TV

ગાડીમાં સવાર તમામ મહિલાઓ અને પુરુષોને સુરક્ષિત કાઢવામાં આવ્યાં છે. પરંતુ બાળકો હજુ પણ ગુમ છે. આ ઘટના મોડી રાતે ઘટી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news