239 લોકોનો ભોગ લેનારા વિમાન MH-370 અકસ્માત અંગે મોટો ખુલાસો, જાણી જોઈને પાઈલટે કર્યું ક્રેશ!

મલેશિયા એરલાઈન્સ ફ્લાઈટ 370એ 8 માર્ચ 2014ના રોજ કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પોતાના નિર્ધારીત સમય પર ઉડાણ ભરી હતી પરંતુ ત્યારબાદ તે રડારથી ગાયબ થઈ ગયું હતું. તેમાં 239 લોકો સવાર હતાં.

239 લોકોનો ભોગ લેનારા વિમાન MH-370 અકસ્માત અંગે મોટો ખુલાસો, જાણી જોઈને પાઈલટે કર્યું ક્રેશ!

નવી દિલ્હી: મલેશિયા એરલાઈન્સ ફ્લાઈટ 370એ 8 માર્ચ 2014ના રોજ કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પોતાના નિર્ધારીત સમય પર ઉડાણ ભરી હતી પરંતુ ત્યારબાદ તે રડારથી ગાયબ થઈ ગયું હતું. તેમાં 239 લોકો સવાર હતાં. ત્યારબાદ પ્લેનના અવશેષો હિન્દ મહાસાગરમાં મળી આવ્યાં હતં. આ મામલે એક મેગેઝીનના અહેવાલમાં ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ વિમાનને તે વખતે સંભાળી રહેલા પાઈલટ ઝાહિરી અહેમદ શાહે જાણી જોઈને વિમાન ક્રેશ કર્યું હતું. 

મેગેઝીન ધ એટલાન્ટિકના એક રિપોર્ટ મુજબ શાહ ડિપ્રેશનથી પીડાતો હતો. તેના અંગત જીવનમાં ઉથલપાથલ મચેલી હતી. તે બે મોડલ્સ માટે પાગલ હતો. તેમની તસવીરો તેણે ઈન્ટરનેટ પર જોઈ હતી. એર હોસ્ટેસની સાથે સંબંધ હોવાના કારણે તેની પત્નીએ પણ તેને છોડી દીધો હતો. તેની માનસિક સ્થિતિ સારી નહતી. 

યાત્રીઓ વિમાન ક્રેશ થયું તે પહેલા જ મરી ચૂક્યા હતાં!
રિપોર્ટના લેખકે દાવો કર્યો છે કે તપાસમાં એવું સામે આવ્યું છે કે વિમાનના ઉપકરણોને મેન્યુઅલી બંધ કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ પાઈલટ પહેલેથી જ વિમાનને ક્રેશ કરી નાખવાનું મન બનાવી ચૂક્યો હતો. તેને અંજામ આપતા પહેલા તે વિમાનને એટલી ઊંચાઈ પર લઈ ગયો કે જ્યાં વિમાનની અંદર ઓક્સિજનની કમી આવી જાય છે. 

જુઓ LIVE TV

મેઈન કેબિનમાં ઓક્સિજન માસ્ક ફક્ત 15 મિનિટ સુધી સહારો આપી શકે તેમ હોય છે. શાહની પાસે કોકપિટમાં ઓકિસજન હશે, આથી  તે કલાકો સુધી ઊંચાઈ પર વિમાન લઈને ફરતો રહ્યો. જેના કારણે અન્ય લોકો ઓક્સિજનની કમીથી બેહોશ થઈ ગયા અને ત્યારબાદ તેમના મોત થઈ ગયાં હશે. એટલે કે વિમાન ક્રેશ થયું તે પહેલા જ મોટા ભાગના લોકોના મોત થઈ ચૂક્યા હોવાનો દાવો મેગેઝીનમાં કરાયો છે. 

ઊંચાઈ પર લઈ જઈને સીધો ક્રેશ
રિપોર્ટમાં જણાવાયું છે કે પહેલા શાહ વિમાનને ઊંચાઈ પર લઈ ગયો અને ત્યારબાદ વિમાનને સીધુ નીચેની તરફ વાળી દીધુ. જેનાથી વિમાન પૂરપાટ ઝડપે નીચે આવ્યું અને સમુદ્રમાં ક્રેશ થઈ ગયું. 

અત્રે જણાવવાનું કે આ મામલે 495 પાનાના રિપોર્ટમાં પણ તેનો ઉલ્લેખ કરાયો હતો હતો કે પ્લેનને પોતાના નિર્ધારિટ રૂટથી બીજી બાજુ લઈ જવા માટે કંટ્રોલ્સ સાથે જાણી જોઈને છેડછાડ થઈ હતી. જો કે આ માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યાં નહતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news