કોક્સ બજારઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની બાંગ્લાદેશ યાત્રા પૂરી થવાની સાથે અહીં કટ્ટર ઇસ્લામિક જૂથોએ હિન્દુ મંદિરો પર હુમલો કરી દીધો. રવિવારે પૂર્વી બાંગ્લાદેશમાં એક ટ્રેનને નિશાન બનાવવામાં આવી. પોલીસ અને એક સ્થાનીક પત્રકારના હવાલાથી રોયટર્સને જણાવ્યુ કે, દેશમાં પીએમ મોદીના પ્રવાસની સાથે હિંસા શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, પીએમ મોદીના પ્રવાસ વિરુદ્ધ ઇસ્લામિક જૂથોના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થઈ ગયા છે. તેમના પરત ફર્યા બાદ આ મોતને લઈને બબાલ વધી ગઈ છે. પીએમ મોદી બાંગ્લાદેશના 50માં સ્વતંત્રતા દિવસ પર આયોજીત જશ્નમાં સામેલ થવા પહોંચ્યા હતા. આરોપ છે કે તેમની યાત્રા દરમિયાન હિંસા વધી ગઈ હતી. 


આ પણ વાંચોઃ Indonesia: ચર્ચની બહાર આત્મઘાતી હુમલો, એક હુમલાખોરનું મોત, 14 લોકો ઈજાગ્રસ્ત   


રાજધાની ઢાકામાં શુક્રવારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓ પર ટિયર ગેસ અને રબરની બુલેટનો ઉપયોગ કર્યો. શનિવારે હજારોની સંખ્યામાં લોકો ચટગાંવ અને ઢાકાના રસ્તા પર ઉતર્યા હતા. રવિવારે હિફાજત-એ-ઇસ્લામ સંગઠનના કાર્યકર્તાઓએ પૂર્વી જિલ્લા બ્રાહ્નનબરિયામાં એક ટ્રેન પર હુમલો કર્યો જેમાં 10 લોકોને ઈજા થઈ છે. 


એક પોલીસ ઓફિસરે રોયટર્સને જણાવ્યુ, તેમણે ટ્રેન પર હુમલો કર્યો અને તેના એન્જિન રૂમ અને લગભગ બધા કોચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એક પત્રકાર જાવેદ રહીમે જણાવ્યુ કે, બ્રાહ્નનબરિયા સળગી રહ્યું છે. ઘણી સરકારી ઓફિસોમાં આગ લગાવી દેવામાં આવી છે. પ્રેસ ક્લબ પર પણ હુમલો કરી લોકોને ઈજા પહોંચાડવામાં આવી છે. અહીં ડરનો માહોલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube