કરાચી: પાકિસ્તાન (Pakistan) માં કટ્ટરપંથીઓ દ્વારા ફરી એક હિન્દુ મંદિર (Hindu Temple) ને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઘટના સિંધ પ્રાંતના શીતલદાસ પરિસરમાં રવિવાર ઘટી હતી. ઉગ્ર ભીડે આ દરમિયાન હિન્દુ પરિવારો ઉપર હુમલાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ સ્થાનિક મુસલમાનોના વિરોધના કારણે તેઓ પોતાના મનસૂબામાં સફળ થઈ શક્યા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં વિસ્તારમાં રહેતા મુસ્લિમોના પ્રયત્નોના પગલે તોફાનીઓ ભાગી છૂટ્યા. શિતલદાસ પરિસરમાં લગભગ 300 હિન્દુ પરિવાર અને 30 મુસ્લિમ પરિવાર રહે છે. 


Kartarpur Sahib પર પાકિસ્તાનનું નવું ષડયંત્ર, ગુરુદ્વારાનો કંટ્રોલ હવે ISI ના હાથમાં


અંદર ઘૂસવા દીધા નહી
વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ મીડિયાને જણાવ્યું કે પરિસરના દરવાજાની બહાર ભારે સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તેમણે અહીં મંદિરમાં તોડફોડ કરી. ત્યારબાદ તેઓ અંદર દાખલ થઈને હિન્દુ પરિવારોને નિશાન બનાવવા માંગતા હતા. પરંતુ આસપાસ રહેતા મુસલમાનો તરત દ્વાર પર પહોંચી ગયા અને ભીડને અંદર ઘૂસતા રોકી.


Covid-19 Vaccine પર આવ્યા ખુબ સારા સમાચાર, બની ગઈ 'સુપર વેક્સીન', ટેસ્ટિંગના પરિણામ જબરદસ્ત


નહીં તો અનહોની થઈ ગઈ હોત
તોફાનીઓના કારણે મંદિરમાં ત્રણ મૂર્તિઓને નુકસાન થયું છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે આરોપીઓની શોધ થઈ રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે જો મુસ્લિમ પરિવારો મદદ માટે ન પહોંચ્યા હોત તો અનહોની થઈ ગઈ હોત. મળતી માહિતી મુજબ આ ઘટના બાદ 60થી વધુ હિન્દુ પરિવારો શિતલદાસ પરિસર છોડીને શહેરના અન્ય વિસ્તારોમાં રહેવા જતા રહ્યા છે. 


જો બાઈડેને બરાક ઓબામાને પણ પાછળ છોડ્યા, અમેરિકી ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા


ત્રીજો હુમલો
મુસ્લિમ બહુમતીવાળા પાકિસ્તાનમાં 220 મિલિયનની વસ્તીમાં લગભગ બે ટકા હિન્દુઓ છે અને તેમાંથી મોટાભાગના સિંધ પ્રાંતમાં રહે છે. સિંધમાં હિન્દુ મંદિર પર આ ત્રીજો હુમલો છે. આ અગાઉ બે વાર હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલો પાકિસ્તાની સરકારના અલ્પસંખ્યકોની સુરક્ષાના દાવાઓની પોલ ખોલે છે અને દર્શાવે છે કે ઈમરાન ખાનની સરકારના કાર્યકાળમાં હિન્દુઓ માટે જોખમ સતત વધી રહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube