શ્રીનગર: દુનિયાને છેતરવા માટે તાજેતરમાં પાકિસ્તાને 88 આતંકીઓની એક યાદી બહાર પાડી હતી. FATFની મીટિંગ પહેલા બહાર પડેલી આ યાદી દ્વારા પાકિસ્તાને એવું બતાવવાની કોશિશ કરી હતી કે તે આતંકવાદને લઈને કેટલું ગંભીર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં પાછો ફૂટ્યો 'લેટર બોમ્બ', દિગ્ગજ નેતાઓએ સોનિયા ગાંધીને 'ચેતવણી'ના સૂરમાં કહી આ વાત


ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળ્યો ISIનો ગુપ્ત પત્ર
પરંતુ પાકિસ્તાન ક્યારેય સુધરવાનું નથી. ભારતીય સુરક્ષા એજન્સીઓને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો એક લેટર મળ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે હિજબુલ મુજાહિદ્દીન ચીફ સૈયદ સલાઉદ્દીન ISIનો અધિકારી છે અને તે તેના પેરોલ પર કામ કરે છે. 


સલાઉદ્દીનને મળી છે ખાસ સુવિધાઓ
ISIના ડાયરેક્ટર / કમાન્ડિંગ ઓફિસર વજાહત અલી ખાન તરફથી બહાર પાડવામાં આવેલા લેટરમાં કહેવાયું છે કે હિજબુલ ચીફ ISI માટે કામ કરે છે. લેટરમાં સૈયદ સલાઉદ્દીનની સિક્યુરિટી ક્લિયરસન્સ અને કારની ડિટેલ્સની સાથે સાથે એ નિર્દેશ પણ આપવામાં આવ્યાં છે કે સલાઉદ્દીનને કારણવગર ક્યાંય રોકવાનો નહીં. 


કંગના સાથેના શાબ્દિક યુદ્ધમાં શિવસેનાના નેતાએ અમદાવાદનો ઉલ્લેખ કરીને 'કાચુ કાપ્યું'?


ચીન વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા નેતાઓ છે નિશાના પર
આ સેવાઓના બદલામાં ISIએ સૈયદ સલાઉદ્દીનને નિર્દેશ આપેલા છે કે તે ચીન વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીરમાં થનારા પ્રદર્શનો પર આતંકી હુમલા કરાવે. ISIના નિર્દેશ પર તાજેતરમાં ઉત્તર કાશ્મીરમાં ચીન વિરુદ્ધ થનારા વિરોધ પ્રદર્શન પર હિજબુલે આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. હિજબુલના નિશાના પર જમ્મુ કાશ્મીરના ભાજપના નેતાઓ પણ છે. 


રશિયાથી અચાનક જ આ દેશના પ્રવાસે પહોંચી ગયા રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીનના હોશ ઉડ્યા


ગલવાનમાં ઘર્ષણ બાદ ચીનથી નારાજ છે લોકો
ગલવાન ખીણમાં 15 જૂનની રાતે ચીનની સેના સાથે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદથી દેશભરમાં ચીન વિરુદ્ધ ગુસ્સો છે. આવામાં ઠેર ઠેર ચીન વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે. પાકિસ્તાની આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન આ દરમિયાન ભાજપના મોટા નેતાઓને નિશાન પર લઈ શકે છે. જે સતત ચીન વિરુદ્ધ પ્રદર્શન આયોજિત કરી રહ્યાં છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube