સિંચુઆનઃ દક્ષિણ પશ્ચિમ ચીનમાં આવેલા સિંચુઆન જિલ્લાના મુલી કાઉન્ટીની નજીક સુકા જંગલમાં લાગેલી આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેમાં વિરુદ્ધ દિશામાં પવન ફુંકાતા આગ બુઝાવા ગયેલા ફાયર ફાઈટર ફસાઈ ગયા હતા. સોમવાર સાંજ સુધી 30 ફાયર ફાઈટરનાં મોત થયાનું દક્ષિણ ચીનના 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ' અખબારે જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંચુઆન જિલ્લામાં આવેલી લિયાંગશાન પર્વતમાળા પર પથરાયેલા વિશાળ જંગલમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. આ આગ બુઝાવા માટે 690 ફાયર ફાઈટરને શનિવારે મોકલવામાં આવ્યા હતા. પર્વતમાળામાં 3,800 મીટરની ઊંચાઈએ અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આ આગ લાગી હતી, જ્યાં કોઈ સંદેશાવ્યવહાર કે પરિવહન માટેની કોઈ સુવિધા નથી. 


નેપાળમાં વરસાદ અને વાવાઝોડાનો કહેર, અત્યાર સુધી 25ના મોત, 400 ઘાયલ


સોમવારે સાંજે ચીનના સેન્ટ્રલ ટેલિવિઝને જણાવ્યું કે, ખોવાઈ ગયેલા તમામ 30 ફાયર ફાઈટરના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, આગ ઉપર સોમવાર સાંજ સુધી કોઈ કાબુ મેળવી શકાયો નથી.


[[{"fid":"208582","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


(ફોટો સાભાર વીડિયોગ્રેબ@Twitter XHnews)


આ ઉપરાંત શાંન્ઝી જિલ્લામાં શુક્રવારે સાંજે અચાનક એક જંગલમાં આગ ફાટી નિકળી હતી, જેને બુઝાવવા માટે 1500 ફાયરફાઈટરને મોકલાયા હતા. આ આગામાં 3000 હેક્ટરમાં ફેલાયેલા જંગલનો સફાયો થઈ ગયો હતો. 


શનિવારે બિજિંગથી નજીક મિયુન જિલ્લાના બહારના વિસ્તારમાં બપોરના સમયે આગ ફાટી નિકળી હતી. જેના પર કાબુ મેળવવા 2000 રાહત-બચાવ કર્મી અને ફાયર ફાઈટર્સને મોકલવામાં આવ્યા હતા. આ આગમાં 50 હેક્ટર વિસ્તારમાં જંગલ નાશ પામ્યું હતું. જોકે, આ બંને ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. 


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....