હૈદ્રાબાદ: કેનેડા (Canada)ના ટોરેન્ટોમાં એક ઉંચી બિલ્ડીંગ પરથી કૂદીને હૈદ્રાબાદ (Hyderabad)ના એક 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. હૈદ્રાબાદમાં વનસ્થલીપુરમ નિવાસી પાન્યમ અખિલ ઇમારતની 27મા માળે રહેતો હતો અને કથિત રીતે પોતાના ફોન પર વાત કરતાં નીચે પડી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના પરિવાર સુધી જાણકારીના અનુસાર, આ ઘટના 8 નવેમ્બરના થઇ હતી. તે કથિત રીતે ફોન પર વાત કરતાં પોતાના એપાર્ટમેન્ટની બાલ્કની પરથી પડી ગયો હતો. કેનેડામાં તેમના મિત્રોએ તેમના પરિવારને આ ઘટનાની જાણકારી આપી. અખિલ કેનેડામાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો. પ્રથમ વર્ષ પુરૂ કર્યા બાદ તે આ વર્ષે માર્ચમાં પોતાના ઘરે પણ આવ્યો હતો અને તે ગત મહિને જ કેનેડા પરત ફર્યો હતો. 


અખિલના પરિવારે તેલંગાણાના મંત્રી કે.ટી. રામા રાવને અપીલ કરી હતી કે તેની લાશને હૈદ્વાબાદ લાવવામાં મદદ કરે. તેમના કાકા બાબજીએ રામા રાવને મદદ માટે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટમાં કહ્યું કે મારા ભાઇના પાન્યમ અખિલ સાથે કેનેડામાં ટોરેન્ટોમાં એક આકસ્મિક દુર્ઘટના ઘટી છે. આ વાતને સમજી શકતા નથી કે તેમની લાશને હૈદ્વાબાદ કેવી રીતે લાવવામાં આવે, કૃપિયા લાશને હૈદ્રાબાદ લાવવામાં મદદ કરે. કૃપિયા દુખની આ ઘડીમાં અમારી મદદ કરો સર. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube