‘હું ગદ્દાર નથી, પ્રેમમાં હિન્દુસ્તાનથી ખેંચાઇ આવ્યો હતો પાકિસ્તાન’: નવાઝ શરીફ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે તેમના પર લગાવવામાં આવેલા આરોપો પર ભાવુક નિવેદન આપ્યું હતું. નવાઝ શરીફે કહ્યું હતું કે, ‘હું દેશદ્રોહી નથી, હું અને મારો પરિવાર પાકિસ્તાનની જમીનથી પ્રેમ કરી છે.’ તેઓ અને તેમનો પરિવાર પાકિસ્તાનથી પ્રેમ કરે છે. આ કારણે છે કે 1947માં જ્યાપે દેશના ભાગલા પડ્યા ત્યારે તેમનો પરિવાર હિન્દુસ્તાન છોડી પાકિસ્તાન આવી ગયો હતો.
લાહોર: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે તેમના પર લગાવવામાં આવેલા આરોપો પર ભાવુક નિવેદન આપ્યું હતું. નવાઝ શરીફે કહ્યું હતું કે, ‘હું દેશદ્રોહી નથી, હું અને મારો પરિવાર પાકિસ્તાનની જમીનથી પ્રેમ કરી છે.’ તેઓ અને તેમનો પરિવાર પાકિસ્તાનથી પ્રેમ કરે છે. આ કારણે છે કે 1947માં જ્યાપે દેશના ભાગલા પડ્યા ત્યારે તેમનો પરિવાર હિન્દુસ્તાન છોડી પાકિસ્તાન આવી ગયો હતો.
નવાઝ શરીફ પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે સોમવારે સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન નવાજ શરીફે તેમના બચાવમાં કહ્યું કે તેમની દેશભક્તિ પર સવાલ ન ઉઠાવો, તે પાકિસ્તાનને ખુબ જ પ્રેમ કરે છે.
વાંચવા માટે ક્લિક કરો: જે વ્હીલચેર પર બેસીને મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સે રિસર્ચ કર્યાં, હવે તેની હરાજી
નવાઝ શરીફે એક ઇન્ટરવ્યૂમાં સ્વિકાર્યું હતું કે 2008માં મુંબઇ આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. તેમના આ નિવેદનને દેશની વિરુદ્ધ વિશ્વાસઘાત તરીકે વર્ણવવામાં આવે છે. આ મામલે સિવિલ સોસાયટીના સદસ્ય અમીના મલિકે નવાઝ શરીફ અને તેમનું ઇન્ટરવ્યૂ લેનાર પત્રકાર સિરિલ અલમીડા પર દેશદ્રોહનો કેસ ચલાવવાની અરજી દાખલ કરી હતી.
મેક્સિકો તરફ ધસી રહેલું વાવાઝોડું 'વિલા' વધુ શક્તીશાળી બન્યું, કેટેગરી-4 અપાઈ
શરીફે ગદ્દારીનો આરપો ખોટો ગણાવતા કહ્યું કે, મને અને મારા પરિવારને આ માટી (પાકિસ્તાન)ના કણ કણથી પ્રેમ છે. શરીફના પિતા મિયા મોહમ્મદ શરીફ પંજાબના તરન તારન જિલ્લાના જટ્ટી ઉમરામાં વસતા હતા. 1947માં દેશોના ભાગલા સમયે તેઓ લાહોર આવી ગયા હતા.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બાળ જાતીય સતામણીના પીડિતો પાસે માંગી માફી
જસ્ટિસ મઝહર અલી નકવીના નેતૃત્વ અંતર્ગત અદાલતની પૂર્ણ પીઠ હવે આ મામલે સુનાવણી 12 નવેમ્બરે કરશે. અદાલત અમિના મલિકની તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. અમીનાએ જણાવ્યું હતું કે પનામા પેપર મામલે ઉચ્ચ ન્યાયાલય દ્વારા જુલાઇ 2017માં અયોગ્ય કરાર આપવામાં આવેલા શરીફે ગત વર્ષ મે મહિનામાં કહ્યું હતું કે મુંબઇ આતંકવાદી હુમલામાં શામેલ લોકો પાકિસ્તાની હતા. અરજીકર્તાએ કહ્યું કે શરીફ ત્રણવાર પ્રધાનમંત્રી રહી ચુક્યા છે અને તેમને ‘રાષ્ટ્ર વિરોધી’ નીવેદનનો ઉપયોગ દેશના દુશ્મન કરી શકે છે.