ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બાળ જાતીય સતામણીના પીડિતો પાસે માંગી માફી

આ ઓસ્ટ્રેલિયનોએ ઓસ્ટ્રેલિયાના લોકોની સાથે કર્યું છે. દુશ્મન આપણી વચ્ચે જ છે.’’ તેમણે કહ્યું હતું કે, ‘‘એક રાષ્ટ્ર તરીકે અમે તેમને નિરાશ કર્યા છે. અમે તેમને તેમના હાલ પર છોડી દીધા હતા. અમારા માટે આ હમેશાં શરમની વાત રહશે.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બાળ જાતીય સતામણીના પીડિતો પાસે માંગી માફી

કૈનબરા: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને સોમવારે સાંસદમાં તેમના ભાવુક સંબોધન દરમિયાન બાળ જાતીય સતામણીના પીડિતોથી માફી માંગી હતી. તેમણે સ્વિકાર્યુ હતું કે સરકાર આ ગુનાહિત ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે.

સંપૂર્ણ દેશમાં ટીવી પર પ્રસારિત આ સંબોધનમાં મોરિસને કહ્યું હતું કે, ‘‘આ ઓસ્ટ્રેલિયનોએ ઓસ્ટ્રેલિયાના લોકોની સાથે કર્યું છે. દુશ્મન આપણી વચ્ચે જ છે.’’ તેમણે કહ્યું હતું કે, ‘‘એક રાષ્ટ્ર તરીકે અમે તેમને નિરાશ કર્યા છે. અમે તેમને તેમના હાલ પર છોડી દીધા હતા. અમારા માટે આ હમેશાં શરમની વાત રહશે.’’

ખુબ જ ભાવુક જોવા મળેલા મોરિસને કહ્યું કે દુષ્કર્મની આ ઘટનાઓ ધાર્મિક અને સરકાર સમર્પિત સંસ્થાઓમાં થતી રહી હતી. ‘‘સ્કૂલો, ચર્ચ, યુવા સમૂહો, સ્કાઉટ સમૂહો, અનાથ આશ્રણ, રમત ક્લબો અને ઘર-પરિવારોમાં દરરોજ, સપ્તાહ-દર-સપ્તાહ, મહિના-દર-મહિને, વર્ષે-દર-વર્ષે’’ થયેલા બાળ જાતીય સતામણીની આ ઘટનાઓના પીડિતોને કહ્યું કે-‘‘અમે તમારો વિશ્વાસ કરીએ છે.’’

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘‘આજે અમે તે બાળકો પાસે માફી માંગીએ છે જેમને અમે નિરાશ કર્યા છે. માફ કરી દો. જે માતા-પિતાની સાથે વિશ્વાસઘાત થયો અને જેમણે સંઘર્ષ કર્યો, માફ કરી દો. તેમની પણ માફી માંગીએ છે જેમણે આ મામલે અવાજ ઉઠાવ્યો, પરંતુ તેમને અમે સાંભળ્યા નહીં.’’ મોરિસને કહ્યું હતું કે તે જીવનસાથિયો, ભાગીદારો, પત્નિઓ, પતિઓ, બાળકો પાસે માફી માંગીએ છે જેમને દુષ્કર્મ, આ ઘટનાઓને દબાવવામાં આવી અને ન્યાયની રાહમાં દબાવી દેવાની સામે સંઘર્ષ કર્યો છે. તેમની પહેલા અને આજની પેઢીઓ પાસે પણ માફી માંગીએ છે.

પ્રધાનમંત્રીએ સંબોધન બાદ સાંસદમાં જનપ્રતિનિધિઓ થોડા સમય માટે મૌન ઉભા રહ્યા. સંપૂર્ણ દેશમાં આયોજીત સત્તાવાર કાર્યક્રમોમાં હજારો પીડિતોએ આ સંબોધન પ્રસારણ જોયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news