ભારતીય મૂળના કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા
કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના પ્રથમ અશ્વેત ઉમેદવાર છે. હવે સાત ઓક્ટોબરે તેમની ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ સાથે ડિબેટ થશે.
વોશિંગટનઃ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ ઉમેદવાર જો બિડેને ઐતિહાસિક પગલું ભરતા ભારતીય મૂળની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. મંગળવારે બિડેને ટ્વીટ કર્યુ- મારા માટે આ જાહેરાત કરવી ખુબ સન્માનની વાત છે કે મેં કમલા હેરિસને પસંદ કર્યા છે. તેઓ એક નિડર ફાઇટર, દેશના સારા જનસેવક છે.
જો ચૂંટણીમાં 78 વર્ષીય બિડેનની જીત થાય તો તેઓ સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ હશે, જ્યારે હેરિસની ઉંમર હાલ 55 વર્ષ છે. હેરિસ અત્યારે સેનેટ સભ્ય છે. તેઓ કેલિફોર્નિયાના અટોર્ની જનરલ રહી ચુક્યા છે. અમેરિકાના ઇતાહસમાં અત્યાર સુધી બે વખત કોઈ મહિલા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા છે. 1987મા ડેમોક્રેટ ગેરાલ્ડિન ફેરારો અને 2008મા રિપબ્લિકન સારા પાલિનને ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. પરંતુ બંન્ને જીત મેળવી શક્યા નહીં.
7 ઓક્ટોબરે માઇક પેન્સ સાથે ડિબેટ થશે
કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના પ્રથમ અશ્વેત ઉમેદવાર છે. હવે સાત ઓક્ટોબરે તેમની ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ સાથે ડિબેટ થશે. પેન્સ રિપબ્લિક પાર્ટી તરફથી ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આ ડિબેટ ઉટાના સાલ્ટ લેક સિટીમાં થવાની છે. અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી છે.
વિશ્વની પ્રથમ વેક્સિનને લઈને રૂસના સંપર્કમાં WHO, અમેરિકા બનાવશે રસીના 10 કરોડ ડોઝ
માતા ભારતીય અને પિતા જમૈકાના
કમલા પેરિસની ઓળખ ભારતીય-અમેરિકન તરીકે છે. તેમના માતા શ્યામલા ગોપાલન ભારતના તમિલનાડુ રાજ્યના હતા. તેઓ કેન્સર રિસર્ચર હતા. કમલા હેરિસના નાના પીવી ગોપાલન એક ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. આઝાદી બાદ તેઓ એક સિવિલ સર્વેન્ટ બન્યા હતા. કમલાના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના છે.
કમલા હેરિસે કહ્યું કે, જો બિડેન અમેરિકાના લોકોને ભેગા કરી શકે છે, કારણ કે તેમણે તેમની જિંદગી અમારા માટે લડવામાં પસાર કરી છે. રાષ્ટ્રપતિ તરીકે તેઓ એવું અમેરિકા બનાવશે જે આપણા આદર્શો પ્રમાણે હશે.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી રજૂ કરી
કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દાવેદારી રજૂ કરી હતી. પરંતુ પ્રાઇમરી ચૂંટણીમાં તેમને બિડેન અને બર્ની સેન્ડર્સ સામે હાર મળી હતી. ડેમોક્રેટિક કેન્ડિડેટની એક ડિબેટમાં તેમણે બિડેન પર રંગભેદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમને ચૂંટણીમાં થોડી લીડ મળી હતી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube