Abroad Job : જો તમે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હોવ, પરંતુ તમારી પાસે નોકરીની ઓફર નથી કે તમારી પાસે વર્ક વિઝા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. ઘણા દેશોમાં, જોબ સીકર વિઝાની (Job Seeker Visa) પણ જોગવાઈ છે, જેની મદદથી તમે તે દેશોમાં જઈને નોકરી શોધી શકો છો. જોબ સીકર વિઝા વર્કિંગ (Job Seeker Visa) વિઝા કરતા અલગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

New Rules: તમારી પાસે છે 10, 20, 50, 100, 200 કે 500 ની નોટ તો જાણી લો RBI નો આ નિયમ
Canada Super Visa: માતાપિતા કે દાદા દાદીને લઈ જવા માટે સૌથી ઉત્તમ,જાણો A TO Z માહિતી


જોબ સીકર વિઝા માટે જુદા જુદા દેશોમાં અલગ અલગ નિયમો છે. જો કે, સામાન્ય નિયમોમાં એક નિયમનો સમાવેશ થાય છે જે દરેક જગ્યાએ જરૂરી છે. તે છે- શૈક્ષણિક લાયકાત. કોઈપણ દેશમાં રહેવા માટે, તમારી નાણાકીય ક્ષમતા (આર્થિક સ્થિતિ) અને માન્ય પાસપોર્ટ પણ જરૂરી છે. આજે અમે તમને તે 3 દેશો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમને જોબ સીકર વિઝા મળવાના ચાન્સ છે.


મોંઘા ફોન્સની હાલત ખરાબ કરવા આવી રહ્યો છે iQOOનો ધાકડ Smartphone, Leak થઇ ગયા ફીચર્સ
આજથી 5 દિવસ સુધી બજાર કરતાં સસ્તુ સોનું ખરીદવાની તક, આ રીતે મળશે ડિસ્કાઉન્ટનો લાભ


જર્મની
જર્મની યુરોપિયન યુનિયનની બહારના દેશોના નાગરિકોને 9 મહિના સુધી નોકરી શોધવા માટે જોબ સીકર વિઝા (Job Seeker Visa) ઓફર કરી રહ્યું છે. જર્મનીમાં જોબ સીકર વિઝા માટે અરજી કરતી વખતે, તમારી પાસે કોઈપણ વ્યવસાયમાં કામ કરવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ, ત્યાં રહેવા માટે જરૂરી ભંડોળ અને શૈક્ષણિક અથવા વ્યાવસાયિક તાલીમનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. તમારી લાયકાત પણ જર્મનીમાં માન્ય હોવી જોઈએ અથવા જર્મન ડિપ્લોમાની સમકક્ષ હોવી જોઈએ.


Shravan: છેલ્લા સોમવારે ઘરેબેઠાં કરો 12 જ્યોતિર્લિંગના દર્શન, દરેકની છે અલગ દંતકથા
ગજકેસરી યોગ પણ નહી બચાવી શકે આ રાશિઓને, રાહુ-કેતુ કરાવશે મોટી નુકસાન


ઑસ્ટ્રિયા : ઓસ્ટ્રિયામાં નોકરી શોધવા માટે તમે 6 મહિનાનો વિઝા મેળવી શકો છો. વિઝા માટે અરજી કરનારા ઉમેદવારોને આ માટે નક્કી કરાયેલી યાદી મુજબ ઓછામાં ઓછા 70 પોઈન્ટની જરૂર છે. જો તમને જોબ સીકર વિઝા (Job Seeker Visa) દરમિયાન નોકરી મળે છે, તો તમે રેડ-વ્હાઈટ-રેડ કાર્ડ માટે પણ અરજી કરી શકો છો. તેના દ્વારા તમે ત્યાં વર્ક અને રેસિડન્સ પરમિટ મેળવી શકો છો. લાલ-સફેદ-લાલ કાર્ડ ધારકોને લાંબા સમય સુધી ઑસ્ટ્રિયામાં કામ કરવાની અને રહેવાની છૂટ છે.


ભારતીય ટીમ સાથે 1524 દિવસ બાદ બન્યો વિચિત્ર સંયોગ, કરોડો ફેંસના વધી ગયા ધબકારા!
જો તમે પણ ઉપવાસમાં રાજગરો ખાતા હોવ તો જાણી લો ફાયદા, આ દર્દીઓ માટે છે આર્શિવાદરૂપ


સ્વીડન : સ્વીડનમાં જોબ સીકર વિઝા (Job Seeker Visa) માટે અરજી કરવા માટે, તમારી પાસે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે. આ ઉપરાંત, તમારી પાસે સ્વીડનમાં રહેવા માટે માન્ય પાસપોર્ટ, જરૂરી ભંડોળ અને આરોગ્ય વીમો હોવો આવશ્યક છે. સ્વીડનમાં તમે 3 થી 9 મહિના માટે જોબ મેળવવા માટે વિઝા માટે અરજી કરી શકો છો. તો પછી વિલંબ શાનો? તમારા દસ્તાવેજો ઝડપથી શોધવાનું શરૂ કરો અને જો તમે ખરેખર વિદેશમાં જઈને કામ કરવા માંગતા હો, તો આ ત્રણ વિકલ્પો ચોક્કસપણે ધ્યાનમાં લો.


ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી
ગૂગલ મેપ્સે કરાવ્યા છૂટાછેડા! પ્રેમી સાથે રોમાન્સ કરતી પત્નીની તસવીરો કરી દીધી જાહેર
આ દેશોમાં કમાવવા જશો તો ભીખારી થઈને રિટર્ન આવશો, વિદેશ જતાં પહેલાં 1000 વાર વિચારજો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube