Illegal Immigration : ગમે તે થાય પણ ગુજરાતીઓને અમેરિકા જવાનો મોહ છુટતો નથી. ગુજરાતીઓ ગમે તે ભોગે અમેરિકા જવા માંગે છે. આવામાં હાલ અમેરિકામાં ઘૂસણખોરી કરતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પકડાયા છે. ફ્રાન્સના રાજધાની પેરિસથી પૂર્વે આવેલા અને નાના એરપોર્ટ તરીકે કાર્ય કરતા વેત્રી ખાતે શુક્રવારે 303 ભારતીય મુસાફરો સાથેના એક ચાર્ટર્ડ પ્લેનને રોકવામાં આવ્યુ હતું. જેમાં માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. હાલ ફ્રાન્સ સરકારે આ ફ્લાઈટ રોકી કારી છે. જેમાં કુલ 303 પ્રવાસીઓમાંથી 96 ગુજરાતીઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
લિજેન્ડ એરલાઈન્સે એક ચાર્ટર્ડ પ્લેને ગત ગુરુવારે નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે ફ્રાન્સના વેત્રી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યુ હતું. આ એરપોર્ટ ફ્રાન્સની રાજધાની પેરિસથી અંદાજે 150 કિલોમીટર દૂર છે. આ વચ્ચે ફ્રાન્સની પોલીસને સૂચના મળી હતી કે, વિમાન દ્વારા માનવ તસ્કરી કરવામાં આવી રહી છે. જેના બાદ પોલીસે વિમાનને એરપોર્ટ પર જ રોકી દીધું છે. 


દુનિયાનો સૌથી અમીર શખ્સ ગુજરાત આવશે, વાઈબ્રન્ટ માટે અપાયું આમંત્રણ


વિમાનમાં 300 થી વધુ મુસાફરો સવારી કરી રહ્યા હતા. જેમાં મોટાભાગના ભારતીય મૂળના છે. લિજેન્ડ એરલાઈન્સના વકીલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, એરલાઈન્સે કંઈ પણ ખોટુ નથી કર્યું. જો ફ્રાન્સે આરોપ લગાવ્યો છે કે, અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. 


વિમાનમાં ફસાયેલા મુસાફરોનું શું થશે
ફ્રાન્સના કાયદા અનુસાર, ફ્રાન્સની બોર્ડર પોલીસ ચાર દિવસો સુધી વિદેશી નાગરિકોને ફ્રાન્સમા રોકી શકે છે. વિશેષ પરિસ્થિતિમાં આઠ દિવસો સુધી મુસાફરોને રોકવામાં આવી શકે છે. 


અંબાજી-સોમનાથની જેમ ગુજરાતના નક્શા પર ચમકશે આ મંદિર, સરકાર કરશે કાયાપલટ


આ પ્લેનમાં 21 માસથી લઈને 17 વર્ષના સગીર સુધીના મુસાફરો પણ છે. તો કેટલાક બાળકો સાથે કોઈ વાલી પણ નથી. આ ફ્લાઈટના મુસાફરોમાં 96 જેટલા મુસાફરો મૂળ ગુજરાતી છે. જેમણે દૂબઈથી મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆની ફ્લાીટ અન્ય મુસાફરો સાથે પકડી છે. સૂત્રોના અનુસાર, અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે આ લોકો વ્યક્તિદીઠ 70 થી 80 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપૂત સમાજના છે. જે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના કલોલના રહેવાસી છે. સમગ્ર રેકેટ દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદે ચલાવતો હતો. અમેરિકા જવા માંગતા લોકો પાસેથી 70 થી 80 લાખ રૂપિયા વસૂલાયા હતા. 


સુરતના કતારગામમાં 9 લોકોને અડફેટે લેનાર BRTS બસ ચાલકની ધરપકડ