સુરતના કતારગામમાં 9 લોકોને અડફેટે લેનાર BRTS બસ ચાલકની ધરપકડ
Surat BRTS Accident : સુરતના કતારગામ ગજેરા સર્કલ પાસે બેફામ દોડતી બીઆરટીએસની અડફેટે એકનું મોત... અન્ય 8 ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર... બંને બસના ચાલકની કરાઈ અટકાયત...
Trending Photos
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત કતારગામ BRTS બસ અકસ્માત મામલે કતારગામ પોલીસે BRTS બસ ચાલકની ધરપકડ છે. ચાલક સામે પોલીસે કલમ - 304,337,279 મુજબ ગુનો નોંધ્યો છે.બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. 9 લોકોને ઈજાઓ પહોંચી હતી. એકનું મોત નીપજ્યું હતું.
એકનું મોત, 8 ને ઈજા, ત્રણની હાલત ગંભીર
સુરતમાં મહાનગરપાલિકાના સીટી, બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે. શહેરમાં અનેકો વખત બીઆરટીએસ,સીટી બસની અડફેટે વાહન ચાલકો સહિત રાહદારીનો મોતની ઘટનાઓ સામે આવી હોય છે.ત્યારે ફરી કતારગામ જીઆઇડીસી ખાતે બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બંને બસ વચ્ચે ૭ વાહનો ચગદાઈ ગયા હતા. જેમાં એકનું મોત થયું હતું અને ૮ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.. ગોઝારા આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા સાથે ઠેકઠેકાણે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા હતા.
એક બસ પાછળ બીજી બસ ઘૂસી ગઈ
આ ઘટનામાં અમરોલી છાપરાભાટા રોડ ખાતે આવેલ પંચશીલ નગરમાં રહેતા 37 વર્ષે ભીખાભાઈનું મોતિ નીપજ્યું છે. ભીખાભાઈ નોકરી પેસેન્જર રિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા. બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બંને બસ વચ્ચે ૭ વાહનો ચગદાઈ ગયા હતા. જેમાં ભીખાભાઈનું મોત થયું હતું. કતારગામ પોલીસે આ મામલે બીઆરટીએસ બસ ચાલક મનહર ગામીતની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ કલમ - 304,337,279 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી પ્રાથમિક પૂછપરછમાં બ્રેક ફેલ થઈ ગયો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. ત્યારે પોલીસે RTO,FSLની મદદ લઈ તપાસ હાથ ધરશે.
મૃતક કંપનીમાં મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા
અકસ્માતની ઘટનામાં મરનજનાર ભીખાભાઈ સોનવને કંપનીમાં મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. યમરાજ બનીને આવેલ BRTS બસની અડફેટે ભીખાભાઈનું મોત નિપજતા પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા ચાલકો વિરોધ કડકમાં કડક કાર્ય કરવાના દાવા કરતી હોય છે. પરંતુ શહેરમાં BRTSના અડફેટે રાહદારીના મોતના આંકડાઓ ઘટવાના નામ નહીં લઈ રહ્યા છે. ત્યારે હવે જોવે રહ્યું છે કે પોલીસ અને મનપા બસ ચાલકોની એ સ્ટેરીંગ પર કાબુ કરશે કે ફરી કોઈ અકસ્માતની રાહ જોશે.
પાલિકા કમિશનરે ગોળ ગોળ જવાબ આપ્યા
તો બીજી તરફ, બીઆરટીએસ બસ અકસ્માત મામલે પાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલે ગોળગોળ જવાબ આપ્યા હતા. બીઆરટીએસનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમીશ્નર કમલેશ નાયક દ્વારા હમણાં સુધી ઇજારદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ બસ અડફેટે અનેક અકસ્માતની ઘટના બની છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ઈજારદારને પડદા પાછળ છાવરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. છતાં કમલેશ નાયકનો લુલ્લો બચાવ કરવામાં આવ્યો. પાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાની ટીમ સતત સંકલન કરી રહી છે. તમામ લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તમામ લોકોની તબિયત સુધારા પર આવે તે માટેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પોલીસ સાથે પાલિકા દ્વારા સંકલન કરવાના આવ્યું છે. પોલીસ કમિશ્નર સાથે સંકલન કરવામાં આવ્યું છે, જે અંગે પોલીસ તરફથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જે કેસમાં રિપોર્ટ ના આધારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા આ પ્રકરણને લઈ ખૂબ જ ગંભીર છે. આગામી દિવસોમાં આ બાબતને કઈ કડક કાર્યવાહી સને પગલાં ભરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે