અંબાજી-સોમનાથની જેમ ગુજરાતના નક્શા પર ચમકશે આ મંદિર, સરકાર કરશે કાયાપલટ

Prasad Yojana : સોમનાથ, દ્વારકા, અંબાજી બાદ હવે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં ઊંઝાના સુણોક ગામમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની પસંદગી... 100 વર્ષથી પણ જૂના પ્રાચીન મંદિરનો પર્યટનસ્થળ તરીકે થશે વિકાસ... 

અંબાજી-સોમનાથની જેમ ગુજરાતના નક્શા પર ચમકશે આ મંદિર,  સરકાર કરશે કાયાપલટ

Mehsana News : કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ ઊંઝાના સુણોક ગામના મહાદેવના મંદિરની પસંદગી કરવામા આવી છે. ત્યારે હવે દ્વારકા, સોમનાથ, અંબાજી બાદ હવે આ મંદિરની કાયાપલટ કરવામાં આવી છે. સુણોકનું નીલકંઠ મંદિર સૂર્યમંદિરથી પણ પ્રાચીન છે. આ મંદિર હવે નવી ઓળખ મેળવશે. ઊંઝાનાના સુણોક ગામે આવેલું આ મંદિર સોલંકી યુગનું પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર છે, જેનું નિર્માણ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાદ યોજનામાં નવા મંદિરોના વિકાસની જહારેાત કરાી છે. નવી ઓળખ કરાયેલાં સ્થાનોમાં તમિલનાડુનાં 8, મહારાષ્ટ્ર અને બિહારનાં 3-3નો સમાવેશ રકાયો છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા દેશભરમાં 17 રાજ્યોની કુલ 26 નવી સાઇટ્સની ઓળખ કરાઈ છે. જે અંતર્ગત સુણોક ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની પ્રસાદ યોજના હેઠળ કાયાપલટ કરાશે. આ યોજનામાં ગુજરાતમાંથી એકમાત્ર સુણોક મંદિરનો સમાવેશ કરાયો છે. આ મહાદેવ મંદિરનું સ્થાપત્ય 10મી સદીનું અથવા તો મોઢેરા સૂર્યમંદિરથી લગભગ 100 વર્ષ પ્રાચીન છે. 

 

સૂર્ય મંદિર કરતા પણ પ્રાચીન છે આ મંદિર
ઊંઝા તાલુકાના સુણોક ગામે ગામના પાદરે શિલ્પસ્થાપત્ય અને વિવિધ આકર્ષક પૌરાણીક કૃતિઓથી સજ્જ નીલકંઠ મહાદેવનું સોલંકીયુગનું પ્રાચીન મંદિર આવેલ છે. જે પાટણના સિધ્ધરાજ જયસિંહ સોલંકીએ નિર્માણ કરાવ્યું હતું. મોઢેરા સુર્યમંદિર પાટણના પૌરાણીક શિવાલયોની સાથે સોલંકીયુગમાં આ મંદિર નિર્માણ પામ્યું હતું. શ્રાવણમાસ દરમિયાન સવા લાખ બીલી શિવજીને ચડાવવામાં આવે છે. તેમજ બપોરે મધ્ય આરતી અને સાંજે સંધ્યા આરતી યોજાય છે. આ આરતીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાય છે. શિવરાત્રી એ ચાર પ્રહર પુજા સાથે શિવની નગરયાત્રા નીકળે છે. તેમજ શ્રાવણ માસ દરમિયાન ૬૦ કાવડિયા જળભરી લાવે છે. ઇ.સ. ૧૮૮૦માં બ્રિટીસ નાગરિક હેનરી આ મંદિરની મુલાકાત લઇ ફોટોગ્રાફ લીધા હતા. જે ફોટોગ્રાફ આજે પણ બ્રિટીસની લાયબ્રેરીમાં જોવા મળે છે. મંદિરની શિલ્પ સ્થાપત્ય નક્શીકામ આકર્ષક છે. મંદિર સંકુલમાં હરસિધ્ધ માતાજીનું પણ મંદિર આવેલુ છે. અવશેષો અંતર્ગત  પુરાતત્વખાતા દ્વારા આ મંદિરને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યુ છે. સુણોકના આ નીલકંઠ મહાદેવના મંદિરે ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. સુણોક ગામે આવેલ નીલકંઠ મહાદેવનું મંદિર ગામની શોભા સમાન છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news