ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પ્રતિનિધિમંડળ પાછલા દિવસોમાં પોતાની સાઉદી અરબ યાત્રા દરમિયાન મદીનાની મસ્જિદ-એ-નવબી પહોંચ્યા હતા. અહીં શાહબાઝ સરીફ અને અન્ય પાકિસ્તાની મંત્રીઓએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મસ્જિદમાં જવાની સાથે ટોળાએ પાકિસ્તાની ડેલિગેશન વિરુદ્ધ ચોર-ચોરના નારા લગાવ્યા હતા. શાહબાઝ શરીફ વિરુદ્ધ નારેબાજી હવે ઇમરાન ખાન માટે મુશ્કેલી બની ગઈ છે. ફૈસલબાદમાં ઇમરાન ખાન અને તેના પાંચ સાથીઓ વિરુદ્ધ ઈશનિંદાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહેવાલ પ્રમાણે ઇમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. પાકિસ્તાની ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યુ કે, મદીના એક પવિત્ર સ્થળ છે અને આવી જગ્યા પર નારેબાજી કરવી એક ગુનો છે, જેને માફ કરી શકાય નહીં. સાઉદી અરબ પણ ઇમરાન ખાન વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. ફૈસલાબાદમાં ઇમરાન ખાન સિવાય શાહબાઝ હિલ, ફવાદ ચૌધરી, કાસિમ સૂરી, શાહબઝાદા જહાંગીર ખાન, અનીલ મુસર્રત અને શેખ રશીદ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ ગજબ! 6 વર્ષથી પોતાનું મૂત્ર પીવે છે આ વ્યક્તિ, 'ઉંમર ઘટી' હોવાનો ચોંકાવનારો દાવો


પાંચથી આઠ વર્ષની થઈ શકે છે જેલ
ઇમરાન ખાન અને તેમના સહયોગીઓને આ આરોપોમાં 5-8 વર્ષની સજા અને આકરો દંડ ભરવો પડી શકે છે. આ પહેલા ઇમરાન ખાને મસ્જિદ-એ-નબવીમાં નારેબાજીથી પોતાને અલગ કરી લીધા હતા. શનિવારે મીડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે કોઈને પાક મસ્જિદમાં નારેબાજી કરવા માટે કહેવા વિશે વિચારી પણ શકુ નહીં. એઆરવાઈ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં ખાને કહ્યુ કે, આવું પ્રથમવાર છે, જ્યારે તેમની સરકારને હટાવવાનો વિરોધ કરવા માટે અમેરિકા, બ્રિટન અને યૂરોપમાં રહેનાર અપ્રવાસી પાકિસ્તાની સામે આવી ગયા છે. 


ઇમરાન ખાન બોલ્યા- આ સામાન્ય જનતાની પ્રતિક્રિયા છે
સામે આવેલા ઈન્ટરવ્યૂના એક ભાગમાં ઇમરાન ખાને કહ્યું- આ સામાન્ય જનતાની પ્રતિક્રિયા છે. અમે તેને બહાર (વિરોધ માટે) આવવા માટે કહી રહ્યાં નથી. તેમણે કહ્યું કે જે પણ થયું, તેને લઈને તેમાં રોષ છે જેને વ્યક્ત કરવા લોકો સામે આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શરીફ એક પ્રતિનિધિમંડળની સાથે સાઉદી અરબની ત્રણ દિવસીય યાત્રાએ હતા. પ્રતિનિધિમંડળમાં બિલાવલ ભુટ્ટો પણ સામેલ હતા. પદ સંભાળ્યા બાદ શરીફની આ પ્રથમ વિદેશ યાત્રા હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube