ગજબ! 6 વર્ષથી પોતાનું મૂત્ર પીવે છે આ વ્યક્તિ, ઉંમર કરતા 10 વર્ષ નાનો દેખાવવાનો ચોંકાવનારો દાવો
દુનિયા ચિત્ર વિચિત્ર માણસોથી ભરેલી છે. આવો જ એક વ્યક્તિ ઈંગ્લેન્ડનો રહીશ છે જેણે એક એવો દાવો કર્યો છે કે જાણીને તમારું મગજ ચક્કર ખાઈ જશે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયા ચિત્ર વિચિત્ર માણસોથી ભરેલી છે. આવો જ એક વ્યક્તિ ઈંગ્લેન્ડનો રહીશ છે જેણે એક એવો દાવો કર્યો છે કે જાણીને તમારું મગજ ચક્કર ખાઈ જશે. હેમ્પશાયરમાં રહેતા 34 વર્ષના હેરી મેટાડીને એક ચોંકાવનારો દાવો કર્યો છે. એક એવી વસ્તુનું સેવન કરે છે જેના કારણે તે પોતાની ઉંમર કરતા 10 વર્ષ નાનો દેખાય છે. તેનો તો એવો પણ દાવો છે કે આ વસ્તુનું સેવન કરવાથી તણાવ પણ નથી અનુભવતો.
હવે તમને પણ એમ થતું હશે કે આ વ્યક્તિ એવું તે શું ખાય છે કે પીવે છે જેના કારણે તેને આ ફાયદા થતા હશે. તો તમને જણાવીએ કે ઈંગ્લેડના હેમ્પશાયરમાં રહેતો આ 34 વર્ષનો હેરી દાવો કરે છે કે તે રોજ પોતાનું જ મૂત્ર પીવે છે. તેનો દાવો છે કે આ વિચિત્ર અભ્યાસે તેના ડિપ્રેશનને પણ દૂર કરી દીધુ છે અને તેની ઉંમર પણ 10 વર્ષ ઓછી દેખાય છે.
અખબાર ડેઈલી મેઈલના અહેવાલ મુજબ આ વ્યક્તિ છેલ્લા 6 વર્ષથી રોજ પોતાનું જ મૂત્ર પીવે છે. તેનો દાવો છે કે યુરિન પીવાથી તેને ખુબ સારું મહેસૂસ થાય છે અને એન્ટી એજિંગ ગુણોના કારણે બોડી પણ મોઈશ્ચરાઈઝ થાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ડેરી રોજ 200 એમએલ એજ્ડ યુરિન (થોડા અઠવાડિયા કે એક મહિના જૂનો પેશાબ હોઈ શકે) પીવે છે. શરૂઆતમાં તો તેને આ યુરિનનો ટેસ્ટ ખુબ જ ગંદો લાગ્યો. પરંતુ હવે તેને ગમે છે. હેરીનું તો માનવું છે કે હવે તે પહેલા કરતા વધુ સ્વસ્થ, સ્માર્ટ અને ખુશ મહેસૂસ કરી રહ્યો છે.
અત્રે જણાવવાનું કે હેરીએ પાવર ઓફ એજ્ડ યુરિન થેરાપી વિષય પર બે પુસ્તક પણ લખ્યા છે. આ સાથે જ તે ઈચ્છે છે કે તેની ઉપચાર ક્ષમતાઓ વિશે લોકો પણ ખુલ્લા મનથી જાણે. પુસ્તકમાં ભારપૂર્વક કહેવાયું છે કે તે સૌથી શક્તિશાળી દવા છે જે ફ્રીમાં મળી રહી છે. હેરી સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં જણાવ્યું છ કે તેના પિતાએ તેમની ડાયરીમાં એક મેસેજ લખીને ફટકાર લગાવી છે. પિતાએ લખ્યું કે પોતાનું યુરિન પીવાનું બંધ કર, તુ ગંધાતો છે. સામાન્ય માણસોની જેમ તુ પણ પેશા માટે ટોઈલેટ યૂઝ કર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે