ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાની રેલીઓમાં વિપક્ષ પર નિશાન સાધવા માટે ભારતની પ્રશંસા કરતા આવ્યા છે. સત્તા ગુમાવવાનો વારો આવ્યો ત્યારે ઇમરાન ભારતની વિદેશ નીતિના પ્રશંસક બની ગયા હતા. એકવાર ફરી ઇમરાને લાખો લોકોની સાથે ભારતની પ્રશંસા કરી છે. શનિવારે એક રેલીમાં તેમણે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનો એક વીડિયો દેખાડતા કહ્યું, 'આ હોય છે એક આઝાદ દેશ.' ઇમરાન ખાન સતત શાહબાઝ સરકાર પર અમેરિકાની સાથે મળી તેમને હટાવવાનો આરોપ લગાવી રહ્યાં છે. શનિવારે તેમણે શરીફના ગઠબંધનવાળી સરકારને 'આયાતી સરકાર' ગણાવી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટર પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ઇમરાન ખાને કહ્યું, 'હવે હું તમને બે દેશોના વિદેશમંત્રીઓને દેખાડવા ઈચ્છુ છું. પહેલા હિન્દુસ્તાનના વિદેશ મંત્રીને (અમેરિકાએ) હુમક આપ્યો કે તમે રશિયા પાસેથી તેલ ન ખરીદો. ધ્યાનથી સાંભળો, હિન્દુસ્તાન અમેરિકાનું રણનીતિક સહયોગી છે. આપણું અમેરિકાની સાથે કોઈ ગઠબંધન નથી. જ્યારે અમેરિકાએ ભારતને કહ્યું કે તમે રશિયા પાસેથી તેલ ન ખરીદો તો તેના વિદેશ મંત્રીએ શું કહ્યું, જુઓ.'


જાણો કોણ છે સલમાન રશ્દી? આ પુસ્તક પર વિશ્વમાં શરૂ થયો હતો વિવાદ, કર્યા છે ચાર લગ્ન


આ હોય છે આઝાદ દેશ
વીડિયો પૂરો થયા બાદ ખાન બોલ્યા, સાંભળ્યું? જેને ન સમજાયું, હું સમજાવું છું. વિદેશ મંત્રીને તેમણે કહ્યું કે રશિયા પાસેથી તેલ ન ખરીદો. જવાબમાં વિદેશમંત્રીએ કહ્યું કે, તમે કોણ છો આ જણાવનાર? યુરોપ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. અમારા લોકોને જરૂર છે, અમે ખરીદીશું. આ હોય છે આઝાદ દેશ. ઇમરાને કહ્યુ કે અમે રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદવાની વાત કરી પરંતુ આ આયાતી સરકારની હિંમત ન થઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube