Salman Rushdie Controversy: જાણો કોણ છે સલમાન રશ્દી? આ પુસ્તક પર વિશ્વમાં શરૂ થયો હતો વિવાદ, કર્યા છે ચાર લગ્ન

Salman Rushdie Health Update: સસલમાન રશ્દી પર તે પુસ્તકને લઈને હુમલો થયો છે, જે તેમણે 33 વર્ષ પહેલા લખ્યું હતું. ઈરાનના દિવંગત નેતાએ તેમની વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો. 

Salman Rushdie Controversy: જાણો કોણ છે સલમાન રશ્દી? આ પુસ્તક પર વિશ્વમાં શરૂ થયો હતો વિવાદ, કર્યા છે ચાર લગ્ન

ન્યૂયોર્કઃ Salman Rushdie's Book: જાણીતા લેખત સલમાન રશ્દી પર જીવલેણ હુમલો થયો છે. અમેરિકાના ન્યૂયોર્કમાં તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરવાના હતા. હુમલા બાદ તત્કાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સલમાન રશ્દીને 33 વર્ષ પહેલા તેમના પુસ્તકને લઈને ધમકી આપવામાં આવી હતી. હવે આ મુદ્દો ફરી શરૂ થઈ ગયો છે. ઇસ્લામની આલોચના અને સલમાન રશ્દી, આજે આ બંનેને એકબીજાથી અલગ કરીને જોવા ખુબ મુશ્કેલ છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જાણીતા લેખત સલમાન રશ્દી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. 

સલમાન રશ્દી પર જીવલેણ હુમલો
સલમાન રશ્દીને હેલીકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રોયટર્સના હવાલાથી સમાચાર છે કે તેમની સર્જરી થઈ ચુકી છે અને તે વેન્ટિલેટર પર છે. હુમલો કરનારના મનમાં સલમાન રશ્દી માટે એટલી નફરત હતી કે તેમણે 75 વર્ષીય રશ્દી પર એક બાદ એક છરીથી વાર કર્યા હતા. હુમલો કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે. નોંધનીય છે કે સલમાન રશ્દીનું ઈન્ટરવ્યૂ કરનારને સામાન્ય ઈજા થઈ છે. ન્યૂયોર્કના ગવર્નરે સલમાન રશ્દીને લઈને જાણકારી આપી છે. 

24 વર્ષીય હાર્ડીએ કર્યો હુમલો
ન્યૂયોર્ક પોલીસે કહ્યું કે હુમલો કરનારનું નામ હાર્ડી છે અને તેની ઉંમર 24 વર્ષ છે. તપાસમાં એફબીઆઈની મદદ લેવામાં આવી રહી છે. અમારૂ કામ હાલ સલમાન રશ્દીના પરિવારની મદદ કરવાનું છે. આ સમયે હુમલાનો ઉદ્દેશ્ય સમજવા માટે એફબીઆઈ સાથે કામ કરી રહ્યાં છીએ. 

શું છે સલમાન રશ્દીના પુસ્તક પર વિવાદ?
ઉલ્લેખનીય છે કે સલમાન રશ્દી પ્રત્યે નફરતનો આ સિલસિલો 1988થી શરૂ થાય છે. સલમાન રશ્દીના પુસ્તક ધ સૈટેનિક વર્સેઝ (The Satanic Verses) ને ઈરાનમાં 1988મા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું કારણ કે ઘણા મુસલમાન તેને ઈશનિંદા માને છે. આ સિલસિલો આગળ વધ્યો અને 1989મા ઈરાનના દિવંગત નેતા અયાતુલ્લા રૂહોલ્લાહ ખુમૈનીએ એક ફતવો જાહેર કર્યો, જેમાં સલમાન રશ્દીના મોતનું આહ્વાન કરવામાં આવ્યું હતું. સલમાન રશ્દી પર હુમલાની નિંદા થઈ રહી છે. લેખકો અને વિચારકોનો એક મોટો વર્ગ રશ્દી પર હુમલાને કાયરતાપૂર્ણ ગણાવી રહ્યો છે. 

નોંધનીય છે કે સલમાન રશ્દીના ચાર વખત લગ્ન થઈ ચુક્યા છે. સલમાન રશ્દીએ પદ્મા લક્ષ્મી, મરીના બિગિન્સ, એલિઝાબેથ વેસ્ટ અને ક્લારિસા લુડાઈ સાથે લગ્ન કર્યા હતા. ચાર લગ્ન બાદ પણ આજે તે એકલા રહે છે. કારણ કે આ ચારેય મહિલાઓ સાથે તેમને છુટાછેડા થઈ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news