નવી દિલ્હી/ ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાન ડેની પૂર્વ સંધ્યા પર કહ્યું કે તેમને પીએમ મોદીનો સંદેશ મળ્યો છે. તેના અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ પર શુક્રવારે સંદેશ મોકલી પાક પ્રધાનમંત્રી ઇમરાન ખા તેમજ ત્યાંના લોકોને શુભેચ્છા પાઠવી છે. સત્તાવાર સૂત્રોએ આ જાણાકારી આપી છે. તેમને સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સમય આવી ગયો છે કે ઉપમહાદ્વીપના લોકો આતંક અને હિંસાથી મુક્ત વાતાવરણમાં લોકતંત્ર, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમૃદ્ધ વિસ્તાર માટે મળીને કામ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: બ્રેક્ઝીટઃ જાણો, 29 માર્ચ કેવી રીતે 12 એપ્રિલ થઈ ગઈ અને તેનો અર્થ શું છે?


પીએમ મોદીના આ સંદેશ પુલવામા હુમલા બાદ પરમાણું સંપન્ન બંને પાડોસી દેશોની વચ્ચે સંબંધોમાં આવેલા જબરદસ્ત તણાવની વચ્ચે આવ્યો છે. પુલવામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાતિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર હવાઇ હુમલો કર્યો હતો.


ચીન: કેમિકલ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભયંકર વિસ્ફોટ, 47ના મોત અને 600થી વધુ ઘાયલ


ઉલ્લેખનીય છે કે, ભારતે શુક્રવારે અહીં નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચ કમિશનમાં દેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં આયોજિત કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ભારતે કાર્યક્રમમાં જમ્મૂ કાશ્મીરથી ઘણા અલગાવવાદી નેતાઓને આમંત્રીત કરવા પર વિરોધ પણ દર્શાવ્યો હતો. ઇમરાન ખાને પણ પ્રધાનમંત્રી મોદીના સંદેશ પર ટ્વિટ કર્યું હતું.


વધુમાં વાંચો: શું પાકિસ્તાનને કોઈ મોટો જેકપોટ લાગવાનો છે? થઈ જશે ખુબ માલામાલ!


ઇમરાન ખાને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીનો સંદેશ મળ્યો, જેમાં લખ્યું છે ‘હું પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસના સમય પર દેશની જનતા શુભેચ્છાઓ પાઠવું છે. આ સમય છે જ્યારે ઉપમહાદ્વીપના લોકો આતંકવાદી અને હિંસાથી મુક્ત વાતાવરણમાં લોકતંત્ર, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમુદ્ધ ક્ષેત્ર માટે મળીને કામ કરે.’
(ઇનપુટ-ભાષા)


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...