શું પાકિસ્તાનને કોઈ મોટો જેકપોટ લાગવાનો છે? થઈ જશે ખુબ માલામાલ!

શું પાકિસ્તાનને તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળવાનો છે? મોટો ખજાનો હાથ લાગવાનો છે? આ વાતની ચર્ચા ગુરુવારથી જ જોરશોરથી થઈ રહી છે.

શું પાકિસ્તાનને કોઈ મોટો જેકપોટ લાગવાનો છે? થઈ જશે ખુબ માલામાલ!

નવી દિલ્હી/ઈસ્લામાબાદ: શું પાકિસ્તાનને તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળવાનો છે? મોટો ખજાનો હાથ લાગવાનો છે? આ વાતની ચર્ચા ગુરુવારથી જ જોરશોરથી થઈ રહી છે. કારણ કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંકેત આપ્યા છે કે પાકિસ્તાન તેલ અને ગેસના વિશાળ ભંડારને શોધવાના કગાર પર છે. 

ઈમરાન ખાને કહ્યું કે બસ દુઆ કરો કે અમારી આશાઓ અને આકાંક્ષાઓ એક્સોનમોબિલ આધિરીત કન્સોર્ટિયમ દ્વારા કરાઈ રહેલા ઓફશોર ડ્રિલિંગ માટે યોગ્ય સાબિત થાય. તેમણે કહ્યું કે પહેલેથી જ લગભગ ત્રણ સપ્તાહનું મોડું થઈ ગયું છે. પરંતુ જો કંપનીઓ દ્વારા અમને જે સંકેત મળી રહ્યાં છે તે કઈં પણ હોઈ શકે છે. આથી એ વાતની પ્રબળ સંભાવના છે કે આપણે આપણા  પાણીમાં એક ખુબ મોટા રિઝર્વની શોધ કરી શકીએ છીએ. અને જો આમ થશે તો પાકિસ્તાન સંપૂર્ણ રીતે એક અલગ લીગમાં હશે. 

અખબારના સંપાદકો અને અન્ય વરિષ્ઠ પત્રકારોના એક સમૂહ સાથે અનૌપચારિક વાતચીતમાં ઈમરાન ખાને આ ખુલાસો કર્યો. પરંતુ તેમણે અપતટીય ડ્રિલિંગ પ્રક્રિયાની કોઈ ડિટેલ શેર કરી નહીં. આ સાથે જ એક્સોનમોબિલ અને આંતરરાષ્ટ્રીય તેલ સંશોધન કંપની ઈએનઆઈ સાથે કોઈ અધિકૃત નિવેદન પણ આ અંગે શેર કર્યું નથી. જે જાન્યુઆરીથી તેલ માટે એક અલ્ટ્રા ડીપ વેલ (સમુદ્રની અંદર 230 કિમી)ની ડ્રિલિંગમાં સામેલ છે. તેને કેકરા-1 ક્ષેત્ર તરીકે ઓળખાય છે. 

पाकिस्‍तान के हाथ लगने वाला है तेल और गैस का बड़ा खजाना? हो जाएगा मालामाल!

એક્સોનમોબિલની ગત વર્ષે સર્વેક્ષણો બાદ લગભગ એક દાયકા પછી પાકિસ્તાનમાં વાપસી થઈ. જેમાં પાકિસ્તાનના પાણીની અંદર મોટા તેલ ભંડારની સંભાવનાનું સૂચન અપાયું. વડાપ્રધાન ઈમરાન ખાનને આશા છે કે જો તેલનો મોટો ભંડાર મળી જાય તો પાકિસ્તાનની મોટાભાગની આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવશે અને દેશની ખુબ પ્રગતિ પણ  થશે. 

તેમણે આ સાથે કહ્યું કે આર્થિક સ્થિરતા તેમના માટે સોથી મોટો પડકાર બની રહી છે. તેમણે કહ્યું કે જ્યારે તેમણે કાર્યકાળ સંભાળ્યો ત્યારે વિદેશ ભંડાર ખુબ ઓછો હતો અને આંતરરાષ્ટ્રી મુદ્રા કોષ (આઈએમએફ) ખુબ કપરી સ્થિતિઓ ઊભી કરી રહ્યો હતો. 

લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news