નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નેશનલ એસેંબલીમાં બહુમત પ્રાપ્ત કર્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે એસેંબલીમાં થયેલી વોટિંગમાં તેમણે આ જીત પ્રાપ્ત કરી લીધી. ઇમરાન ખાનના પક્ષમાં 178 વોટ પડ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકિકતમાં પાકિસ્તાનમાં સીનેટ ચૂંટણી નાણામંત્રી અબ્દુલ હફીજ શેખની હારના લીધે ઇમરાન ખાનની સરકારને નેશનલ એસેંબલીમાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો. વિદેશ મંત્રી અમિત શાહ મહમૂદ કુરૈશીએ નેશનલ એસેંબલમાં પ્રસ્તાવ રજૂ કર્યો. જ્યારે વોટિંગ થઇ તો ઇમરાન ખાનના પક્ષમાં 178 વોટ પડ્યા. 

Reliance Jio કરવા જઇ રહી છે ધમાકો, લોન્ચ કરશે સૌથી સસ્તું લેપટોપ JioBook, જાણો ફીચર્સ અને કિંમત


આ પહેલાં વિપક્ષએ વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાન દરમિયાન સંસદના બહિષ્કારની જાહેરાત કરી હતી. જોકે તેનાથી ઇમરાન ખાને રાહત આપવામાં આવી છે. વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ થતાં પહેલાં ઇમરાન ખાને પોતાના સાંસદોને કહ્યું હતું કે તે પાર્ટી લાઇનને ફોલો કરે. સાથે જ તેમનું કહેવું હતું કે વિશ્વાસ મતને લઇને થનાર વોટિંગમાં જે નિર્ણય આવશે તે તેનું સન્માન કરશે. જો તે તેમાં હારી ગયા તો તે વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે. 342 સભ્યોવાળી નેશનલ એસેંબલીમાં પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ એટલે પીટીઆઇના 157 સભ્ય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube