લંડનઃ ભારત અને બ્રાઝિલમાં કોરોના વાયરસ (India and Brazil) નો નવો અને ઘાતક સ્ટ્રેન કહેર મચાવી રહ્યો છે. પાછલા સપ્તાહે ભારતમાં જ્યાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ તો બ્રાઝિલમાં આ આંકડો 4 લાખથી ઉપર પહોંચી ગયો છે. હવે પ્રસિદ્ધ મેડિકલ જર્નલ નેચરે પોતાના તંત્રી લેખમાં આરોપ લગાવ્યો છે કે આ બન્ને દેશોએ વૈજ્ઞાનિકોની સલાહને નજરઅંદાજ કરી, તેથી હવે તે પરિણામ ભોગવી રહ્યાં છે. આ લેખમાં બન્ને દેશોમાં કોરોના સંકટને રાજકીય નિષ્ફળતાઓનું પરિણામ ગણાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને બ્રાઝિલના નેતાઓએ ન માની વૈજ્ઞાનિકોની સલાહ!
નેચરે લખ્યું કે ભારત અને બ્રાઝિલમાં નેતાઓ નિષ્ફળ રહ્યાં છે, અથવા તો તેમણે નિષ્ણાંતોની સલાહ પર કામ કરવામાં ઢીલ રાખી છે. તેનાથી લાખો લોકોના જીવનને સીધે-સીધુ નુકસાન પહોંચ્યું છે. મેગેઝિને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો પર પણ નિશાન સાધ્યુ છે. લખ્યું કે, બોલસોનારોએ કોરોના વાયરસને સતત નાનો તાવ ગણાવ્યો. તેમણે તો માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની વૈજ્ઞાનિક સલાહો માનવાનો પણ ઇનકાર કરી દીધો. 


આ પણ વાંચોઃ Time Traveler નો નવો દાવો, 3 દિવસ સુધી અંધારામાં ડૂબી જશે દુનિયા, દરેક પ્રકાશથી લાગશે ડર  


ભારતના નેતાઓએ જરૂરીયાત પ્રમાણે કામ ન કર્યું
આ મેગેઝિને ભારત વિશે ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, ભારતના નેતાઓએ જરૂરીયાત અનુસાર નિર્ણાયક રૂપથી કામ કર્યું નથી. ઉદાહરણ રૂપમાં તેણણે કોરોના વાયરસના સંક્રમણ છતાં લોકોને ભેગા થવાની મંજૂરી આપી. કેટલાક મામલામાં તો નેતાઓએ તેને પ્રોત્સાહિત કર્યા. સ્પષ્ટ વાત છે કે મેગેઝિને ભારતમાં ચૂંટણી જનસભાઓને કોરોના માટે જવાબદાર ઠેરવી છે. 


ટ્રમ્પની રેલીઓ અને અમેરિકામાં કોરોનાનું આપ્યું ઉદાહરણ
નેચરે ઉદાહરણ આપતા જણાવ્યું કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોવિડના ખતરાનો સામનો કરવામાં ઢીલ મુકી હતી. તેમણે ચૂંટણી જનસભાઓ કરી લોકોની ભીડ ભેગી કરી. આ રેલીઓમાં કોરોના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા. તેનું પરિણામ દુનિયાઓ જોયું છે. ઘણા મહિનાઓ સુધી અમેરિકા કોરોના સામે સંઘર્ષ કરતું રહ્યું. અમેરિકામાં આ બીમારીથી  570,000 થી વધુ મોત નોંધાયા છે, જે આજે વિશ્વમાં સૌથી વધુ છે. 


આ પણ વાંચોઃ ASTRONAUTS કરશે સરસો દા સાગની ખેતી, હવે સ્પેસ સ્ટેશન પર પણ ઉગાવાશે શાકભાજી...!


કેસ ઓછા થવાથી આત્મસંતુષ્ટ થઈ ગયા ભારતના નેતા?
આ સાયન્સ જર્નલે પોતાના વર્લ્ડ વ્યૂના એક લેખનો હવાલો આપતા કહ્યું કે, ભારતમાં પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં દૈનિક કોરોના કેસની સંખ્યા 96000 સુધી પહોંચી ગઈ હતી. આ વર્ષની શરૂઆતમાં તે સંખ્યા ઘટીને 12000 પ્રતિ દિવસ સુધી પહોંચી ગઈ અને ભારતના નેતા આત્મસંતુષ્ટ થઈ ગયા. આ દરમિયાન કારોબાર ફરી ખુલી ગયા. મોટી સંખ્યામાં રેલી થઈ, જેમાં વિવાદાસ્પદ નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન પણ સામેલ છે. માર્ચ અને એપ્રિલમાં ચૂંટણી રેલી થઈ અને ધાર્મિક આયોજન પણ ચાલું રહ્યાં.


ભારતમાં ડેટા સુધી વૈજ્ઞાનિકોની પહોંચ નથી?
મેગેઝિને લખ્યું કે, ભારતમાં ઘણી સમસ્યાઓ છે. અહીં વૈજ્ઞાનિકોને કોરોના વાયરસના રિસર્ચ માટે ડેટા સુધી પહોંચવુ પણ સરળ નથી. આ કારણ છે કે તે સરકારને સાક્ષ્ય આધારિત સલાહ આપવા અને ચોક્કસ ભવિષ્યવાણી કરી શકતા નથી. આવો ડેટા ન હોવા છતાં વૈજ્ઞાનિકોએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારને કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાને લઈને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, મહિનાના અંતમાં કોરોનાની બીજી લહેરતી એક દિવસમાં એક લાખ કરતા વધુ કેસ આવી શકે છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી ચાર ગણી વધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube