ASTRONAUTS કરશે સરસો દા સાગની ખેતી, હવે સ્પેસ સ્ટેશન પર પણ ઉગાવાશે શાકભાજી...!

ASTRONAUTS કરશે સરસો દા સાગની ખેતી, હવે સ્પેસ સ્ટેશન પર પણ ઉગાવાશે શાકભાજી...!

નવી દિલ્લીઃ તાજેતરમાં, પાક ચોઇ (PAK CHOI)ના પાંદડા અને સરસો જેવા શાકભાજી એસ્ટ્રોનોટસ્ માટે સ્પેસ સ્ટેશન (ISS) મોકલવામાં આવ્યા છે. હવે આ શાકભાજીને ઉગાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આના કારણથી મંગળ અને ચંદ્ર પરના મિશનમાં ઘણી મદદ મળશે.

વિશ્વભરમાં લોકોનું અવકાશમાં જવાનું સપનું છે. કોઈ મંગળ પર ચાલવા માંગે છે, તો કોઈ વ્યક્તિ ચંદ્રની મુલાકાત લેવાનું ઇચ્છે છે. આ અંગે અનેક સંશોધન ચાલી રહ્યા છે. ત્યારે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પરના અવકાશ યાત્રીઓને પાક ચોઇના પાંદડા મોકલવામાં આવ્યા છે.
 

— NASA (@NASA) March 4, 2021

એસ્ટ્રોનોટસ્ સ્પેસ સ્ટેશન પર લઈ રહ્યા છે ભોજનની મઝા
પાક ચોઇ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રીઓ તેના ઉપર લસણની પેસ્ટ અને સોયા સોસ લગાવીને તેનો આનંદ લઈ રહ્યા છે. હવે તેઓ તેને સ્પેસ સ્ટેશન પર ઉગાડવાની તૈયારી કરી રહ્યા છે. જો આ શક્ય બને તો મંગળ અને ચંદ્ર પર જવાના મિશનમાં ઘણી મદદ મળશે. NASAએ તેનો એક ફોટો પણ શેર કર્યો છે.

પ્રોજેક્ટને 'VEG' નામ આપવામાં આવ્યું
સ્પેસ સ્ટેશન પર હાજર વૈજ્ઞાનિકોએ ધરતી પરથી શાકભાજીઓ મંગાવી હતી. સાથે જ કહેવામાં આવ્યું હતું કે, આમાંથી કેટલીક શાકભાજી સ્પેસ સ્ટેશન પર પણ ઉગાડવામાં આવશે. સ્પેસ સ્ટેશન પર ઉગાડવામાં આવતી શાકભાજીના ઉપયોગને VEG -03 K અને VEG -03 L નામ આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news