વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડની ચૂંટણીમાં પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્નની પાર્ટીએ ભારે બહુમત હાસિલ કરી બધા રેકોર્ડ તોડી દીધા હતા. તો હવે ભારતીય મૂળના ડો. ગૌરવ શર્માએ દેશની સંસદના સભ્ય તરીકે શપથ લીધા અને આ દરમિયાન ઈતિહાસ રચી દીધો છે. હમીરપુરના ડોક્ટર શર્માએ સંસ્કૃતમાં શપથ લીધા ત્યારબાદ તેઓ ચર્ચામાં છે. તેઓ દુનિયાના બીજા નેતા છે, જેમણે વિદેશની ધરતી પર સંસ્કૃતમાં શપથ લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાસિલ કરી જીત
લેબર પાર્ટીના શર્માએ નેશનલ પાર્ટીના ટિમ મસિન્ડોને 4386 મતે હરાવ્યા હતા. આ પહેલા તેઓ 2017મા ચૂંટણીમાં ઉતર્યા હતા. તેઓ કહે છે કે લોકોનું પ્રતિનિધિત્વ કરવા પર ખુદને ભાગ્યશાળી માને છે. રાજનીતિમાં રચિ ઉત્પન્ન થવાને કારણે શર્માએ 2014મા વોલેન્ટિયર તરીકે પાર્ટી જોઇન કરી હતી. 


અમેરિકામાં કંટ્રોલ બહાર કોરોના સંક્રમણ, 6 મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ 


રંગભેદનો મુદ્દો જરૂરી
તેમણે કહ્યું કે, ભારતીય સમુદાયના લોકો રાજનીતિમાં ખુબ રસ દાખવે છે. તેમને ચૂંટણીમાં મળેલી પ્રતિક્રિયાને લઈને કહ્યુ કે, કેટલાક લોકો નારાજ થાય છે પરંતુ તેમને ખુબ સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે, રંગભેદ દરેક જગ્યાએ છે અને તેના પર પ્રકાશ પાડવો જરૂરી છે કે લોકો તેને સહન કરવા ઈચ્છતા નથી. 


પરિવાર આવ્યો ન્યૂઝીલેન્ડ
શર્માના પિતા ગિરધર શર્મા રાજ્ય વિજળી વિભાગમાં કાર્યકરી ઇજનેર અને માતા પૂર્ણિમા શર્મા ગૃહિણી છે. તેમણે હમીરપુરમાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને સાતમાં ધોરણ સુધી ધર્મશાળામાં હતા. ત્યારબાદ તેમના પિતા પરિવારની સાથે ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા હતા. માતાની પ્રેરણા લઈને મેડિકલ લાઇનમાં ગયા અને પછી છાત્ર રાજનીતિમાં ઉતર્યા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube