આ દેશે ડોનાલ્ડ ટ્રંપની ધરપકડનું જાહેર કર્યું વોરંટ, જાણો સમગ્ર મામલો
ઈરાનના ટોચના ઈરાની જનરલ કાસિમ સોલીમનીના મોતને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) માટે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેહરાનના ફરિયાદી અલી અલકાસિમહરે ડોનાલ્ડ ટ્રંપ અને 35 લોકો પર ટોચના ઈરાની જનરલની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવતા ઇન્ટરપોલની મદદ માંગી છે.
નવી દિલ્હી: ઈરાનના ટોચના ઈરાની જનરલ કાસિમ સોલીમનીના મોતને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) માટે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેહરાનના ફરિયાદી અલી અલકાસિમહરે ડોનાલ્ડ ટ્રંપ અને 35 લોકો પર ટોચના ઈરાની જનરલની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવતા ઇન્ટરપોલની મદદ માંગી છે.
આ પણ વાંચો:- USના એક્શનથી સ્તબ્ધ થયું ચીન, અમેરિકનો સામે લીધો મોટો નિર્ણય
તેહરાનના ફરિયાદી અલી અલકાસિમહરે 3 જાન્યૂઆરીના બગદાદમાં થયેલા હુમલામાં ટ્રંપ અને 35 અન્ય લોકો સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, '36 આવા લોકોની ઓળખ કરવામાં આવી છે કે જેઓ કાસિમની હત્યા કરવામાં અથવા તેનો હુકમ જારી કરવામાં સામેલ હતા. જેમાં યુ.એસ. અને અન્ય સરકારોના રાજકીય અને લશ્કરી અધિકારીઓ સામેલ છે.
આ પણ વાંચો:- પાકિસ્તાનના કરાંચી સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો, 5 લોકોના મોત
ન્યાયતંત્રના અધિકારીઓએ તેમની સામે ધરપકડના વોરંટ જારી કર્યા છે અને ઇન્ટરપોલ દ્વારા તેમના માટે રેડ એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. ઇરાને કસિમને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ધરપકડ વોરંટ કાસિમની હત્યાના લગભગ 6 મહિના પછી જારી કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube