પાકિસ્તાનના કરાંચી સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો, 5 લોકોના મોત

પાકિસ્તાનના કરાંચી સ્ટોક એક્સચેંજની બિલ્ડીંગ પર આતંકવાદી હુમલો થયો છે, જેમાં 5 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર સુરક્ષાકર્મીઓએ 4 હુમલાવરોએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.

પાકિસ્તાનના કરાંચી સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો, 5 લોકોના મોત

કરાંચી: પાકિસ્તાનના કરાંચી સ્ટોક એક્સચેંજની બિલ્ડીંગ પર આતંકવાદી હુમલો થયો છે, જેમાં 5 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર સુરક્ષાકર્મીઓએ 4 હુમલાવરોએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. ઘટના બાદ સુરક્ષાકર્મીએ તમામ હુમલાવરોને ઠાર માર્ય હતા. કરાંચીના તમામ હોસ્પિટલ એલર્ટ પર રાખવામાં આવી છે. 

આ ચારેય આતંકવાદે સ્ટોક એક્સચેંજમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સૌથી પહેલાં આતંકવાદીએ એન્ટ્રી ગેટ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો, પછી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારબાદ પોલીસકર્મીઓએ ચારેય આતંકવાદીઓને ઘેરી લીધા અને ઠાર માર્યા. તમામ આતંકવાદી પોલીસના ડ્રેસમાં હતા. હાલ મુઠભેડ પુરી થઇ છે. અત્યાર સુધી કોઇપણ આતંકવાદી સંગઠને આતંકવાદી હુમલાની જવાબદારી લીધી નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news