USના એક્શનથી સ્તબ્ધ થયું ચીન, અમેરિકનો સામે લીધો મોટો નિર્ણય
Trending Photos
બેઇજિંગ: હોંગકોંગ મામલે અમેરિકા (America)ના રિએક્શન પર ચીને પણ અમેરિકા (America)થી આવતા લોકોના વીઝા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે ચીને અમેરિકાના કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.
ચીને આ નિર્ણય અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોના હોંગકોંગમાં માનવાધિકારો અને સ્વતંત્રતાના પાયાના અધિકારોના દુરૂપયોગનો આરોપ લગાવતા ચીનના અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવ્યા બાદ લીધો છે.
ચીનનો અમેરિકાને જવાબ
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને એક નિવેદનમાં કહ્યું, હોંગકોંગ રાષ્ટ્રી સુરક્ષા કાયદાને પસાર થવામાં વાંધો ઉઠાવવાની અમેરિકાની યોજના ક્યારેય સફળ નહી થાય. ટ્રંપ સરકારના ચીનના અધિકારીઓના વિઝા પર રોક લગાવ્યા બાદ ચીને ગત અઠવાડીયે કહ્યું હતું કે, કોઈની પાસે કોઈ કાયદાકીય અધિકાર નથી કે, તે હોંગકોંગ મામલે બેજવાબદાર ટિપ્પણી કરી શકે.
કાયદો બનાવનાર સમિતિના રવિવારના બિલ પર ચર્ચા બાદ ચીન હોંગકોંગ સુરક્ષા કાયદો પસાર કરવા માટે તૈયાર છે. હોંગકોંગ ગત વર્ષ વિરોધ પ્રદર્શનોના કારણે ચર્ચામાં હતું. પ્રદર્શનકારીઓએ સ્થાનીક સરકાર પાસેથી પણ વધુ સ્વતંત્રતા માગી છે કેમ કે, ચીન નવો સુરક્ષા કાયદો લાવવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો:- LAC પર ચીન મોકલી રહ્યું છે માર્શલ આર્ટ ટ્રેનર, ભારતીય સેનાના 'ઘાતક' કમાંડર પહેલાંથી જ તૈયાર
હોંગકોંગમાં પ્રદર્શનો પર પ્રતિબંધ
તમને જણાવી દઇએ કે, યૂરોપીય સંઘે અમેરિકાનું સમર્થન કરતા કહ્યું હતું કે, જો રાષ્ટ્રીય સુરક્ષા બિલ પસાર કરવામાં આવે છે તો ચીનને ઘણું નકારાત્મક પરિણામનો સામનો કરવો પડશે. આ વચ્ચે હોંગકોંગ પોલીસે કોરોના વાયરસ મહામારીના કારણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાની સામે પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે