ઈરાનની અમેરિકાને ફરી ધમકીઃ ખનીજ તેલ નિકાસનો માર્ગ બંધ કરી દઈશું
ઈરાનના રાષ્ટ્રપત હસન રૂહાનીએ મંગળવારે અમેરિકાના પ્રતિબંધો સામે કડક વલણ અખત્યાર કરતા જણાવ્યું કે, ખાડીમાંથી જે ખનીજ તેલનું આંતરરાષ્ટ્રીય વેચાણ બંધ કરી દઈશું
તેહરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ મંગળવારે અમેરિકાના પ્રતિબંધો સામે કડક વલણ અખત્યાર કરતાં ખાડીમાંથી ખનીજ તેલની નિકાસ બંધ કરી દેવાની ચેતવણી ઉચ્ચારી છે. સમનાન પ્રાન્તમાં એક રેલીને સંબોધિત કરતા રૂહાનીએ જણાવ્યું કે, 'અમેરિકાને એ ખબર હોવી જોઈએ કે તે ઈરાનના ખનીજ તેલની નિકાસ બંધ કરી શકે નહીં.' ટીવી પર પ્રસારિત આ રેલીમાં રૂહાનીએ જણાવ્યું કે, જો અમેરિકા આમ કરવાનો પ્રયાસ કરે છે તો ફારસની ખાડીમાંથી એક પણ ખનીજ તેલને બહાર જવા દેવાશે નહીં.
વારંવાર ક્રૂડ ઓઈલની નિકાસ અટકાવાની ધમકી આપે છે ઈરાન
ઈરાન 1980ના દાયકાથી જ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે વારંવાર ખાડીમાંથી તેલની નિકાસ અટકાવી દેવાની ધમકી આપતું રહ્યું છે. જોકે, તેણે આવું ક્યારેય કર્યું નથી. ઈરાન અને દુનિયાની મહાસત્તાઓ વચ્ચે 2015માં થયેલા પરમાણુ કરારમાંથી અમેરિકા મે મહિનામાં નિકળી ગયું હતું. ત્યાર બાદ અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લગાવી દીધા હતા અને સાથે જ દુનિયાના દેશોને ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી શૂન્ય કરવા જણાવ્યું હતું. જોકે, ત્યાર બાદ અમેરિકાએ અસ્થાયી રીતે 8 દેશને ઈરાન પાસેથી ખનીજ તેલ ખરીદવાની મંજુરી આપી હતી.
ભારતના વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો...
ઈરાને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનું કર્યું ઉલ્લંઘન
બીજી તરફ ફ્રાન્સ અને બ્રિટને ઈરાન પર સપ્તાહના અંતમાં મિસાઈલ પરિક્ષણ કરવાનો આરોપ લગાવતાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવાની માગ કરી છે. અમેરિકાએ જણાવ્યું કે, શનિવારે થયેલું મિસાઈલ પરિક્ષણ 2015માં ઈરાન પરમાણુ કરારનું સમર્થન કરનારા સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનું ઉલ્લંઘન છે.
દુનિયાના અન્ય સમાચાર જાણવા માટે કરો ક્લિક...
પ્રસ્તાવમાં ઈરાનને પરમાણુ હથઇયાર લઈ જવામાં સક્ષમ મિસાઈલોનું પરિક્ષણ ન કરવા માટે જણાવાયું હતું. ફ્રાન્સે જણાવ્યું કે, તે આ પિરક્ષણથી ચિંતિત છે. તેના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ઈરાનનું આ પગલું પરમાણુ કરાર પર સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવને અનુકૂળ નથી.
બ્રિટનના વિદેશ મંત્રી જેરેમી હંટે જણાવ્યું કે, આ મિસાઈલ પરિક્ષણ આતંકિત કરનારું અને અનુચિત છે. સાથે જ બ્રિટને જણાવ્યું કે, આ મુદ્દે કરાર થઈ ચૂક્યો છે અને તેનું ઉલ્લંઘન ન થવું જોઈએ.
ઈરાન માટે અમેરિકાના રાજદૂત બ્રાયન હૂકે યુરોપિય સંઘને ઈરાનના મિસાલઈલ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લાગુ કરવાની અપીલ કરી છે. આ દરમિયાન વિદેસ મંત્રી માઈક પોમ્પિઓ યુરોપિય સંઘના નેતાઓ સાથે વાટાઘાટો કરવા માટે બ્રસેલ્સ ગયા છે.