નવી દિલ્હી: ચીનના કોરોના વાયરસથી સુપરપાવર અમેરિકા ઘૂંટણિયે પડી ગયું છે. લાખો લોકો સંક્રમિત છે અને હજારો લોકોના મોત થયા છે. આ ઉપરાંત અમેરિકાને આર્થિક નુકસાન પણ મોટા પાયે થઈ રહ્યું છે. આ જ કારણ છે કે ચીનના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન પર ફરી ભડક્યા અમેરિકાના રાષ્ટ્રપતિ
વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, "અમારા પર હુમલો થયો, આ એક હુમલો હતો. આ કોઈ ફ્લુ ન હતો. કોઈએ ક્યારેય આવું જોયું નથી. 1917માં આવું છેલ્લે થયું હતું."


NASAએ ભારતને આપ્યાં મોટા ખુશખબર, જાણીને તમને પણ થશે ખુબ આનંદ 


અમેરિકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન શું ઈશારો કરે છે?
અમેરિકા કોરોના વાયરસને ચીનનું ષડયંત્ર સમજી રહ્યું છે. અમેરિકા કોરોના વાયરસને ચીનના હથિયાર તરીકે જોઈ રહ્યું છે. અમેરિકાને લાગે છે કે ચીને કોરોના વાયરસ જાણી જોઈને દુનિયામાં ફેલાવ્યો. અમેરિકાને કદાચ એમ લાગે છે કે અમેરિકા ચીનના નિશાન પર હતું. જેથી કરીને વાયરસથી અમેરિકામાં સૌથી વધુ તબાહી મચે.


'ચીની વારયસ' બાદ ટ્રમ્પનો વધુ એક એટેક
ટ્રમ્પના આ નવા નિવેદન બાદ અમે એવું અનુમાન કરી રહ્યાં છીએ કે જો તેમાં જરાય સચ્ચાઈ હશે તો એવું માનીને ચાલીએ કે તો પછી તેના પરિણામ ભયાનક આવી શકે છે. કારણ કે બની શકે કે જ્યારે અમેરિકામાં સ્થિતિ કાબુમાં આવે, તો અમેરિકા ચીન પર એટેક કરવાનો પ્લાન બનાવવાનું શરૂ કરે. પોતાના દેશમાં મચેલી તબાહીનો તે ચીનથી બદલો લે. ચીન વિરુદ્ધ યુદ્ધ જાહેર કરે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube