ISISના આતંકીઓએ હવે આ દેશમાં મચાવ્યો કાળો કેર, 50 લોકોના માથા વાઢી નાખ્યા
દક્ષિણ આફ્રીકાના દેશ મોઝામ્બિકથી હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. અહીં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકીઓએ 50 લોકોના માથા વાઢી નાક્યા છે. આ હત્યાકાંડને ગામના એક ફૂટબોલ મેદાનમાં અંજામ આપવામાં આવ્યો અને મૃતકોના બોડીના નાના નાના ટુકડા કરીને જંગલોમાં ફેંકી દીધા. સીરિયાથી ભાગી આવેલા આતંકીઓ હવે અહીં કેર વર્તાવી રહ્યા છે.
માપુતો: દક્ષિણ આફ્રીકાના દેશ મોઝામ્બિકથી હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. અહીં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકીઓએ 50 લોકોના માથા વાઢી નાક્યા છે. આ હત્યાકાંડને ગામના એક ફૂટબોલ મેદાનમાં અંજામ આપવામાં આવ્યો અને મૃતકોના બોડીના નાના નાના ટુકડા કરીને જંગલોમાં ફેંકી દીધા. સીરિયાથી ભાગી આવેલા આતંકીઓ હવે અહીં કેર વર્તાવી રહ્યા છે.
આ ઘટના મોઝામ્બિકના કેબો ડેલગાડો રાજ્યના નાઝંબા ગામમાં ઘટી છે. 2017થી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં ઈસ્લામિક આતંકીઓએ હજારો લોકોની હત્યા કરી નાખી છે. આતંકીઓના ડરથી લગભગ સાડા ચાર લાખ લોકો રાજ્ય છોડીને અલગ અલગ જગ્યાએ જતા રહ્યા છે. સરકારી સેનાઓએ મેદાન છોડી દેતા આ ISISના આતંકીઓને મોકળું મેદાન મળી ગયુ છે અને ઝડપથી આખા દેશમાં પગપેસારો કરી રહ્યા છે.
UAE એ કાયદામાં કર્યા ધરખમ ફેરફાર, લિવ ઈનમાં રહેવાની પણ છૂટ, જાણો વિગતો
મહિલાઓને બનાવે છે સેક્સ સ્લેવ
સીરિયાથી ભાગી આવ્યા બાદ આઈએસઆઈએસના આતંકીઓ હવે આફ્રીકા પહોંચી ગયા છે. તેમણે આફ્રિકી દેશ મોઝામ્બિકના એક શહેરને પોતાની નવી રાજધાની જાહેર કરી છે. તેઓ અહીં આવક ભેગી કરવા માટે ક્રુડ ઓઈલના ભંડારો પર કબજો જમાવી રહ્યા છે. ISISની આ દેશમાં એન્ટ્રી બાદ મહિલાઓના અપહરણની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કહેવાય છે કે ISISના આતંકીઓ મહિલાઓનું અપહરણ કરીને તેમને સેક્સ સ્લેવ બનાવી રહ્યા છે. સીરિયામાં પણ આતંકીઓએ આ રીતે જ મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી હતી.
પાકિસ્તાનની કોર્ટમાં વિચિત્ર અરજી, 'કોરોના ભગાડવા 10 ગ્રામ ચરસ પીવા દો'
ISISના આતંકીઓએ મોઝામ્બિકમાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોની હત્યા કરી છે. તેમના કારણે 2017થી લઈને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ વર્ષ ઓગસ્ટમાં આતંકીઓએ કાબો ડેલગાડો પ્રાંતના મોસિમ્બોઆ દા પ્રાઈઆના પોર્ટ શહેર પર કબજો જમાવી લીધો. આતંકીઓએ સ્થાનિક લોકોને કહ્યું કે આ શહેર તેમની નવી રાજધાની હશે.
ચૂંટણીના પરિણામ બાદ ટ્રમ્પના પરિવારમાં પડ્યા બે ફાડા!, પુત્રી-જમાઈ, પત્ની મેલાનિયા ઈચ્છે છે કે...
આ વિસ્તાર ક્રુડ ઓઈલની દ્રષ્ટિએ સમૃદ્ધ છે. અહીં ગાઢ જંગલોના કારણે આતંકીઓ માટે હથિયારો અને ગોળા બારૂદની તસ્કરી સરળ છે. વિસ્તારમાં સેનાની હાજરી લગભગ નહીવત છે. જે જગ્યાએ સેના છે ત્યાં પણ આતંકી સંગઠનો તેમને ખદેડવામાં લાગ્યા છે. સ્થાનિક લોકો હવે આ આતંકી સમૂહને માચાબોસ કે અલ શબાબના નામે જાણે છે. પરંતુ જો કે આ સમુહ પોતાની જાતને અલ સુન્નાહ કે જમાઅ કહે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે માર્ક એસ્પરને ડિફેન્સ સેક્રેટરી પદેથી હટાવ્યા, ક્રિસ્ટોફર મિલરને સોંપી કમાન
આ કારણે સ્વર્ગ બન્યુ છે આ શહેર આતંકીઓ માટે
ડેલી સ્ટાર સાથે વાતચીતમાં આતંકવાદ અને ગ્લોબલ રિસ્ક ઈન્ટરનેશનલમાં સંગઠિત અપરાધ વિશેષજ્ઞ ડેવિડ ઓટોએ કહ્યું કે ગાઢ જંગલો અને ઈન્ડિયન ઓશન સુધી સરળ પહોંચ થવાના કારણે આ વિસ્તાર આતંકીઓ માટે જન્નત છે. આ જૂથ અહીં ગાઢ જંગલોમાં છૂપાઈ જાય છે અને સુરક્ષાદળોની નજરમાં આવતા નથી. વિસ્તારમાં હુમલો કરીને ભાગવાની ટેક્નોલોજીનો પ્રયોગ તેઓ કરે છે. સરળતાથી ઊંડા સમુદ્રમાં પણ ગાયબ થઈ શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube