UAE એ કાયદામાં કર્યા ધરખમ ફેરફાર, લિવ ઈનમાં રહેવાની પણ છૂટ, જાણો વિગતો

સંયુક્ત આરબ અમીરાતે (UAE) શનિવારે એક ઐતિહાસિક નિર્ણય  લેતા ઈસ્લામિક પર્સનલ લોમાં મોટા ફેરફાર કર્યા છે. આ ફેરફારો હેઠળ હવે પ્રેમી જોડાને લગ્ન વગર જ સાથે રહેવાની મંજૂરી રહેશે.

UAE એ કાયદામાં કર્યા ધરખમ ફેરફાર, લિવ ઈનમાં રહેવાની પણ છૂટ, જાણો વિગતો

દુબઈ: સંયુક્ત આરબ અમીરાતે (UAE) શનિવારે એક ઐતિહાસિક નિર્ણય  લેતા ઈસ્લામિક પર્સનલ લોમાં મોટા ફેરફાર કર્યા છે. આ ફેરફારો હેઠળ હવે પ્રેમી જોડાને લગ્ન વગર જ સાથે રહેવાની મંજૂરી રહેશે. આ ઉપરાંત દારૂ પરના પ્રતિબંધોમાં પણ છૂટ આપવામાં આવી છે અને ઓનર કિલિંગને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવી છે.  કડક ઈસ્લામિક કાયદામાં ફેરફારના પગલાને અમીરાતના શાસકોના બદલાતા સમયની સાથે તાલમેળ જાળવવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ફેરફારો સાથે અમેરિકાની મધ્યસ્થતામાં એક અન્ય મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે જે હેઠળ યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે સંબંધોમાં સુધારના પ્રયત્નો કરવામાં આવશે. જેનાથી યુએઈમાં ઈઝરાયેલી ટુરિસ્ટની અવરજવર વધશે અને યુએઈમાં રોકાણના રસ્તા ખુલશે. 

મુસ્લિમોને દારૂ પીવાની અને ઘરમાં રાખવાની છૂટ
શનિવારે જે છૂટછાટની જાહેરાત કરવામાં આવી તેમાં પ્રમુખ રીતે દારૂને લઈને કડક નિયમોમાં ઢીલ અપાઈ છે. હવે 21 વર્ષ કે તેનાથી ઉપરની કોઈ વ્યક્તિ પર દારૂ પીવા, વેચવા કે રાખવા માટે દંડ લાગશે નહીં. આ અગાઉ લોકોને દારૂ ખરીદવા, તેમના પરિવહન અને ઘરોમાં રાખવા માટે લાઈસન્સ લેવું પડતું હતું. નવા નિયમો હેઠળ જે મુસ્લિમોને દારૂ પીવા પર પ્રતિબંધ હતો, તેમને પણ દારૂ પીવાની છૂટ અપાઈ છે. 

બેચલર્સને 'લિવઈન' માં રહેવાની મંજૂરી 
આ ઉપરાંત એક અન્ય સંશોધન હેઠળ 'લગ્ન વગર કપલ્સને સાથે રહેવાની મંજૂરી' મળી ગઈ છે. આ બાબત યુએઈમાં લાંબા સમયથી એક ગંભીર અપરાધની શ્રેણીમાં રહી છે. જો કે દુબઈ જેવા શહેરમાં વિદેશીઓના લિવઈનમાં રહેવા અંગે પ્રશાસન થોડી ઢીલ જરૂર રાખતું હતું પરંતુ સજાનું જોખમ તો તોળાયેલું જ રહેતું હતું. 

ઓનર કિલિંગ સંબંધિત કાયદામાં પણ ફેરફાર
યુએઈ સરકારે તે કાયદાઓમાં પણ મોટા ફેરફાર કર્યા છે જે હેઠળ ઓનર કિલિંગ્સ જેવા ક્રાઈમને સંરક્ષણ મળતું હતું. જૂના કાયદા મુજબ કોઈ વ્યક્તિ પોતાની કોઈ મહિલા સંબંધી પર હુમલો કર્યા બાદ જો સાબિત કરી દે કે તે મહિલા ઘરના સન્માન સાથે રમત રમી રહી હતી તો તે બચી જતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news