Israel Attack Syria: છેલ્લા કેટલાંક મહિનાઓથી રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને દેશો એકબીજાને મચક આપવા તૈયાર નથી. તેવા સમયમાં આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલે પણ શુક્રવારે પાડોશી દેશ સીરિયા પર મિસાઈલોથી હુમલો કર્યો છે. ઈઝરાયલી લડાકુ વિમાનોએ સીરિયામાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી છે અને સીરિયામાં મુખ્ય સૈન્ય સ્થાનો પર બોમ્બ વરસાવ્યા છે. મિસાઈલોથી કરવામાં આવેલા હુમલામાં સીરિયાના 5 લોકોના મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીરિયાના ઘણા સૈન્ય ઠેકાણા હુમલામાં ધ્વસ્ત
સીરિયામાં સંઘર્ષ પર નજર રાખી રહેલી બ્રિટેન સ્થિત સંગઠન 'સીરિયન ઓબ્ઝરવેટરી ફોર હ્યૂમન રાઈટ્સ' એ જણાવ્યું કે, આ હુમલાથી સીરિયાના સૈન્ય અડ્ડાઓને ભારે નુકસાન પહોંચ્યું. એટલું જ નહીં, ઘણા ખેતરોમાં આગ પણ ફાટી નીકળી હતી, જેણા કારણે ખેતરમાં ઉગેલા અનાજને પણ ભારે નુકસાન થયું છે. પોતાના આ હુમલા વિશે ઈઝરાયલી સેનાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે સીરિયાઈ સેનાએ દાવો કર્યો છે કે અમે અમારી એર ડિફેન્સ સિસ્ટમથી ઇઝરાયેલ દ્વારા છોડવામાં આવેલી ઘણી મિસાઇલોને નષ્ટ કરી દીધી છે.


Monsoon Update: ખુશખબરી! કેરળમાં ચોમાસું એક અઠવાડિયું વહેલું આવશે, જાણો હવામાન વિભાગની મોટી આગાહી


ઈઝરાયલે કેમ કર્યો સીરિયા પર હુમલો?
તમને જણાવી દઈએ કે ઈરાન સમર્થિત મલેશિયા લડવૈયાઓએ સીરિયામાં પોતાનો અડ્ડો બનાવી રાખ્યો છે. ઈઝરાયલનું કહેવું છે કે આ લડવૈયાઓને ઈરાન પાસેથી પૈસા અને હથિયારોની ભારે મદદ મળી રહી છે. જેના કારણે તેઓ ઈઝરાયલ પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. એવામાં પોતાની રક્ષા માટે દુશ્મનોને સાફ કરી દેવા ઈઝરાયલની મજબૂરી બની ગઈ છે.


સીરિયાની સરકારી સમાચાર એજન્સી સના એ અહેવાલ આપ્યા છે કે ઈઝરાયલના વિમાનોએ શુક્રવારે સીરિયામાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી. આ હુમલામાં સીરિયાઈ સેનાના હથિયાર ડેપો અને મસયાફમાં ઈરાની મિલિશિયાની જગ્યાઓને નિશાન બનાવી હતી. ઈઝરાયલી એરફોર્સે હુમલામાં ઓછામાં ઓછી 8 મિસાઈલો છોડી. જેણા કારણે 5 લોકોના મોત થયા અને 7 લોકો ઘાયલ થવાના સમાચાર છે.


દિલ્હી મુંડકા અગ્નિકાંડ: આગના કારણે ચારેબાજુ ચીસાચીસ અને 27 લોકોના મોત, જાણો છેલ્લા 13 કલાકમાં ક્યારે શું બન્યું?


બન્ને દેશો વચ્ચે પહેલા પણ થઈ ચૂક્યું છે યુદ્ધ
ઈઝરાયલ અગાઉ પણ સીરિયા પર ઘણી વખત હવાઈ હુમલો કરી ચૂક્યું છે. બન્ને દેશોની વચ્ચે 1967માં 6 દિવસો સુધી ચાલનાર અરબ ઈઝરાયલ યુદ્ધ પણ થઈ ચૂક્યું છે, જેમાં સીરિયા સહિત 6 અરબ દેશોએ મળીને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. પરંતુ ઈઝરાયલની સેનાએ તમામ દુશ્મન દેશોને ધૂળ ચડાડીને પોતાની બોર્ડરની પાસેની જમીન પડાવી લીધી હતી. ત્યારથી કોઈ પણ અરબ દેશ સીધી રીતે ઈઝરાયલ પર હુમલો કરવાની ભૂલ કરતો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube