Israel Hamas Conflict: આવડી મોટી ચૂક કેવી રીતે? ઈઝરાયેલને 1 વર્ષ પહેલા જ મળી ગઈ હતી હમાસના હુમલાની બ્લુપ્રિન્ટ
અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક મોટો ખુલાસો થયો છે. જે મુજબ હમાસના આ ભીષણ હુમલા અંગે ઈઝરાયેલને એક વર્ષ પહેલા જ ખબર પડી ગઈ હતી. રિપોર્ટમાં દસ્તાવેજો, ઈમેઈલઅને ઈન્ટરવ્યુના આધારે દાવો કરાયો છે કે ઈઝરાયેલી અધિકારીઓએ 7 ઓક્ટોબરના આતંકી હુમલા માટે હમાસની યુદ્ધ યોજનાની બ્લુપ્રિન્ટ એક વર્ષ પહેલા જ મેળવી લીધી હતી.
અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક મોટો ખુલાસો થયો છે. જે મુજબ હમાસના આ ભીષણ હુમલા અંગે ઈઝરાયેલને એક વર્ષ પહેલા જ ખબર પડી ગઈ હતી. રિપોર્ટમાં દસ્તાવેજો, ઈમેઈલઅને ઈન્ટરવ્યુના આધારે દાવો કરાયો છે કે ઈઝરાયેલી અધિકારીઓએ 7 ઓક્ટોબરના આતંકી હુમલા માટે હમાસની યુદ્ધ યોજનાની બ્લુપ્રિન્ટ એક વર્ષ પહેલા જ મેળવી લીધી હતી. દાવો કરાયો છે કે ઈઝરાયેલે આ દસ્તાવેજને 'જેરિકો વોલ' કોડ આપ્યો હતો. દસ્તાવેજ લગભગ 1200 ઈઝરાયેલીઓના મોતનું ફરમાન બનીને સામે આવ્યો. આ દસ્તાવેજમાં એવી એવી જાણકારી હતી જેમ કે રોકેટ હુમલાથી પહેલા આયર્ન ડોમને ભારે નુકસાન પહોંચાડવું, ઈન્ટેલિજન્સ ટાવરને ઉડાવવો અને પછી ડ્રોનથી હુમલો કરવો.
ઈઝરાયેલ હમાસ જંગ પર મોટો ખુલાસો
આ ખુલાસાએ બધાને હચમચાવી દીધા છે. રિપોર્ટ્સ મુજબ ઈઝરાયેલને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે હમાસ હુમલો કરવાનું છે. હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો. એ વિદેશી અખબારના રિપોર્ટ મુજબ દસ્તાવેજો, ઈમેઈલ અને ઈન્ટરવ્યુથી ખબર પડે છે કે ઈઝરાયેલી અધિકારીઓને 7 ઓક્ટોબરના રોજ થનારા હુમલા વિશે જાણકારી અગાઉથી મળી ગઈ હતી. પરંતુ ઈઝરાયેલી સૈન્ય અને ગુપ્તચર અધિકારીઓએ આ યોજનાને મહત્વકાંક્ષી ગણાવતા ફગાવી હતી. તેમનું માનવું હતું કે હમાસ આવું કરે તે મુશ્કેલ છે.
ક્યાં થઈ ભૂલ?
એવું પણ કહેવાયું કે ઈઝરાયેલી સૈન્ય અને ગુપ્તચર અધિકારીઓએ આ યોજનાને મહત્વકાંક્ષી ગણાવતા ફગાવી દીધી કારણ કે હમાસ માટે આ અમલમાં મૂકવું ખુબ મુશ્કેલ હતું. લગભગ 40 પાનાના દસ્તાવેજ કે જેને ઈઝરાયેલી અધિકારીઓએ 'જેરિકો વોલ' નામ આપ્યું હતું, પોઈન્ટ ટુ પોઈન્ટ રેખાંકિત કર્યું હતું, બરાબર એ જ રીતે થયેલા વિનાશકારી હુમલાના લીધે લગભગ 1200 જેટલા લોકોના મોત થઈ ગયા.
હુમલાની તારીખ નક્કી નહતી
ભાષાંતર કરાયેલા દસ્તાવેજની ન્યૂયોર્ક ટાઈમ્સે સમીક્ષા કરી છે. તેમાં દાવો કરાયો છે કે હમાસે હુમલા માટે કોઈ તારીખ નક્કી કરી નહતી. પરંતુ ગાઝાપટ્ટીની ચારેબાજુ કિલ્લેબંધીને ખતમ કરવા, ઈઝરાયેલી શહેરો પર કબજો જમાવવા અને એક ડિવિઝન સહિત પ્રમુખ સૈન્ય ઠેકાણા પર હુમલો કરવા માટે ડિઝાઈન કરાયેલા એક વ્યવસ્થિત હુમલાનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરાયો હતો.
બ્લુપ્રિન્ટ પ્રમાણે થયો હુમલો
નોંધનીય છે કે હમાસે આ ચોંકાવનારી સટીકતા સાથે બ્લુપ્રિન્ટને અનુસરીને હુમલો કર્યો. દસ્તાવેજમાં હુમલાની શરૂાતમાં રોકેટનો મારો, સરહદ પર સુરક્ષા કેમેરા અને ઓટોમેટિક મશીનગનોને ધ્વસ્ત કરવા માટે ડ્રોન અને પેરાગ્લાઈડર, મોટરસાઈકલો, તથા પગપાળા બંદૂકધારીઓને સામૂહિક રીતે ઈઝરાયેલમાં ઘૂસવાની અપીલ કરાઈ હતી. આ બધુ 7 ઓક્ટોબરે થયું.
પ્લાનિંગમાં ઈઝરાયેલી ફોર્સના ઠેકાણા અને સંખ્યા, કોમ્યુનિકેશન સેન્ટર, તથા અન્ય સંવેદનશીલ જાણકારીઓ વિશે ડિટેલમાં માહિતી હતી જેનાથી એ સવાલ ઉઠે છે કે હમાસે પોતાની ગુપ્ત માહિતી કેવી રીતે ભેગી કરી અને શું ઈઝરાયેલી સુરક્ષા પ્રતિષ્ઠાનની અંદર લીક થયા હતા.
ઈઝરાયેલને ભરોસો કેમ ન થયો?
દાવા મુજબ આ દસ્તાવેજ ઈઝરાયલી સેના અને ગુપ્તચર એજન્સી સુધી પહોંચ્યો હતો પરંતુ દસ્તાવેજો અને અધિકારીઓ અનુસાર એક્સપર્ટ્સનું માનવું હતું કે આ રીતે હુમલો કરવો એ હમાસની ક્ષમતા બહારનું કામ છે. જો કે એ સ્પષ્ટ નથી કે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ કે અન્ય ટોપ લીડર્સે પણ દસ્તાવેજ જોયા હતા કે નહીં.
ગત વર્ષે દસ્તાવેજ મળ્યા બાદ ઈઝરાયેલી સેનાના ગાઝા ડિવિઝિનના અધિકારીઓ જે ગાઝાની સાથે સરહદની સુરક્ષા માટે પણ જવાબદાર છે તેમણે કહ્યું કે હમાસના ઈરાદા સ્પષ્ટ નહતા. અખબાર તરફથી સમીક્ષા કરાયેલા એક સૈન્ય મૂલ્યાંકનમાં કહેવાયું છે કે એ નિર્ધારિત કરવું હજુ સુધી શક્ય નથી કે યોજના સંપૂર્ણ રીતે સ્વીકારી લેવાઈ કે નહીં અને કેવી રીતે અમલમાં લવાશે.
પછી જુલાઈમાં હુમલાના બરાબર ત્રણ મહિના પહેલા ઈઝરાયેલની સિગ્નલ ગુપ્તચર એજન્સી, યુનિટ 8200ના એક અનુભવી એનાલિસ્ટે ચેતવણી આપી હતી કે હમાસે એક ઊંડા, આખા દિવસનો તાલીમ શિબિર રાખ્યો હતો જે બ્લ્યુપ્રિન્ટમાં હતું એ પ્રમાણે જ હતો. પરંતુ ધ ટાઈમ્સ દ્વારા દેખાડવામાં આવેલા એન્ક્રિપ્ટેડ ઈમેઈલ મુજબ ગાઝા ડિવિઝિના એક કર્નલે તેમની ચિંતાઓને અવગણી નાખી.
વિશ્લેષકે ઈમેઈલ એક્સચેન્જમાં લખ્યું કે હું એ વાતનો સંપૂર્ણ રીતે ઈન્કાર કરું છું કે પરિદ્રશ્ય કાલ્પનિક છે. તેમણે કહ્યું કે હમાસની ટ્રેનિંગ એક્સર્સાઈઝ સંપૂર્ણ રીતે જેરિકો વોલની સામગ્રી સાથે મેળ ખાય છે. તેમણે કહ્યું કે, આ યુદ્ધ શરૂ કરવા માટે બનાવવામાં આવેલી યોજના છે. આ ફક્ત એક ગામ પર હુમલો નથી. અધિકારી અંગત રીતે સ્વીકારે છે કે જો સેનાએ આ ચેતવણીઓને ગંભીરતાથી લીધી હોત અને દક્ષિણ તરફ વધુ સતર્કતા રાખી હોત, તો ઈઝરાયેલ હુમલાઓની તીવ્રતા ઘટાડી શક્યું હોતે કે કદાચ રોકી પણ શક્યું હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube