જેરુસેલમ: ઈઝરાયેલ(Israel) માં રાજકીય સંકટ ઊભું થયું છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu)ની ગઠબંધન સરકાર બજેટ રજુ કરવામાં નિષ્ફલ જતા સંસદને ભંગ કરવામાં આવી છે. આમ ઈઝરાયેલમાં માત્ર બે વર્ષમાં ચોથી ચૂંટણી યોજાય તેવી પ્રબળ શક્યતા ઊભી થઈ છે. ગઠબંધન સરકારના સહયોગી અને રક્ષામંત્રી બેની ગેન્ટ્ઝ(Benny Gantz)એ નેતન્યાહૂ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં નવી ચૂંટણી કરાવવામાં આવે તે જ સારું રહેશે. નોંધનીય છે કે ડિસેમ્બરની શરૂઆતમાં સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ રજુ કરાયો હતો. તેના પક્ષમાં 61 મત પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસ ગણતરીના કલાકો બાકી
સંસદ ભંગ થયા બાદ કહેવાય છે કે ઈઝરાયેલમાં આગામી વર્ષ માર્ચમાં ચોથીવાર સામાન્ય ચૂંટણી કરાવવામાં આવશે. બેન્જામિન નેતન્યાહૂ સરકાર પાસે 2020 બજેટ પાસ કરવા માટે માત્ર ગણતરીના કલાકો બાકી છે. જો સરકાર તેમા નિષ્ફળ જશે તો બંધારણીય રીતે સંસદ ભંગ ગણવામાં આવશે અને ત્યારબાદ ફરીથી ચૂંટણી કરાવવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. 


બજેટ બન્યું કલેહનું કારણ
નેતન્યાહૂ લિકુડ પાર્ટીના અધ્યક્ષ છે. જ્યારે ગેન્ટ્ઝ બ્લ્યુ એન્ડ વ્હાઈટ પાર્ટી સાથે જોડાયેલા છે. એપ્રિલમાં બંને પક્ષોએ એક જોઈન્ટ કરાર હેઠળ સરકાર બનાવી હતી. જો કે જલદી બે પક્ષો વચ્ચે મતભેદો સામે આવવા લાગ્યા. ગેન્ટ્ઝનું કહેવું છે કે બેન્જામિન નેતન્યાહૂ વચન તોડી રહ્યા છે. પરંતુ પ્રધાનમંત્રીએ આ આરોપો ફગાવ્યા. બંને વચ્ચે તાજો વિવાદ બજેટને લઈને છે. ગેન્ટ્ઝે માગણી કરી હતી કે 2020 અને 2021 બંનેને કવર કરતા એક બજેટ પાસ કરવામાં આવે. જેથી કરીને સ્થિરતા જળવાઈ રહે. પરંતુ પ્રધાનમંત્રી તેના માટે તૈયાર થયા નહીં. નેતન્યાહૂના સમર્થકોનું કહેવું છે કે ગેન્ટ્શનો આ પ્રસ્તાવ ફક્ત સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર છે. તેઓ નેતન્યાહૂને હટાવીને પોતે પ્રધાનમંત્રી બનવા માંગે છે. 


નેતન્યાહૂની મુશ્કેલીઓ વધી
પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ માટે મુશ્કેલ સમય છે. તેમના પર પહેલેથી ભ્રષ્ટાચારના આરોપ છે અને લાંબા સમયથી તેમના વિરુદ્ધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. આવામાં જો ચૂંટણી થાય તો નેતન્યાહૂ માટે ફરીથી સત્તામાં આવવું મુશ્કેલ બની જશે. ડિસેમ્બેરની શરૂઆતમાં વિપક્ષ દ્વારા 120 સભ્યોના સદનમાં સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ રજુ કરાયો હતો. જેના પક્ષમાં 61 અને વિરોધમાં 54 મત પડ્યા હતા. ત્યારબાદ પ્રસ્તાવ પર ચર્ચા માટે વિધાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો. 


નેતન્યાહૂ પર આ આરોપ
ગેન્ટ્ઝે આરોપ લગાવ્યો છે કે જ્યારથી સરકાર બની છે ત્યારથી પ્રધાનમંત્રી ગઠબંધનના વચનને નિભાવી રહ્યા નથી. તેમણે હાલમાં જ કહ્યું હતું કે ગઠબંધન સહયોગીઓને ખબર હોવી જોઈએ કે તેમના નેતા શું કરી રહ્યા છે. હાલાત એટલા બગડી ચૂક્યા છે કે અમારી પાસે હવે કોઈ રસ્તો નથી. તેમણે એમ પણ કહ્યું કે હવે જો સરકાર બચાવવાની અને ગઠબંધન બચાવવાની કોઈ જવાબદારી છે તો તે નેતન્યાહૂની છે. તેમણે હવે નક્કી કરવું પડશે કે તેઓ શું ઈચ્છે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube