પુલવામા આતંકી હુમલાથી ઉકળી ગયું આ શક્તિશાળી દેશના PMનું લોહી, કહ્યું- `ડિયર મોદી અમે તમારી સાથે`
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે પુલવામા આતંકી હુમલા બાદ એકજૂથતા જાહેર કરતા કહ્યું કે ઈઝરાયેલ આ દુ:ખની ઘડીમાં ભારતની પડખે છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયાં. અનેક ગંભીર રીતે ઘાયલ થયા. જૈશ એ મોહમ્મદના આતંકી હુમલાખોરે 100 કિગ્રા વિસ્ફોટકો ભરેલી કારથી પુલવામામાં સીઆરપીએફની બસને ટક્કર મારી હતી.
જેરુસેલમ/વોશિંગ્ટન/મોસ્કો: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે પુલવામા આતંકી હુમલા બાદ એકજૂથતા જાહેર કરતા કહ્યું કે ઈઝરાયેલ આ દુ:ખની ઘડીમાં ભારતની પડખે છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયાં. અનેક ગંભીર રીતે ઘાયલ થયા. જૈશ એ મોહમ્મદના આતંકી હુમલાખોરે 100 કિગ્રા વિસ્ફોટકો ભરેલી કારથી પુલવામામાં સીઆરપીએફની બસને ટક્કર મારી હતી.
અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સાઉદી અરબ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિત દુનિયાના અનેક દેશોએ જમ્મુ અને કાશ્મીરના આ ભયાનક આતંકી હુમલાની નીંદા કરી છે. આ દેશોએ આતંકવાદ સામેની લડાઈમાં ભારત પ્રત્યે પોતાનું સમર્થન પણ વ્યક્ત કર્યું છે.
પુલવામા હુમલો: પાકિસ્તાનની ઉલટી ગણતરી શરૂ!, MFN દરજ્જો છીનવાતા કફોડી હાલત થશે
હુમલાની નીંદા કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે આ હુમલાને અંજામ આપનારા અને તેને પ્રાયોજિત કરનારા લોકો સામે કેસ થવો જોઈએ. તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે પોતાનો સહયોગ મજબુત બનાવવા પોતાના દેશના સમર્થનને દોહરાવ્યું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલા સંદેશમાં પુતિને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આતંકવાદી કૃત્યમાં સીઆરપીએફના જવાનોના થયેલા મોત મામલે કૃપા કરીને મારી સંવેદનાઓ સ્વીકાર કરો. અમે આ જઘન્ય અપરાધની આકરી નીંદા કરીએ છીએ. આ હુમલાને અંજામ આપનારા લોકો અને તેના પ્રાયોજકોને યોગ્ય સજા મળવી જોઈએ.
પુલવામા આતંકી હુમલા પર PM મોદીનું સૌથી મોટું નિવેદન, કહ્યું- 'બદલો લેવા માટે અપાઈ પૂરેપૂરી આઝાદી'
સાઉદી અરબે કહ્યું કે તેઓ આતંકવાદ અને ચરમપંથ વિરુદ્ધની ભારતની લડાઈમાં તેમની સાથે છે તથા પુલવામામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ તરફથી અંજામ અપાયેલા આત્મઘાતી હુમલાને કાયરતાપૂર્ણ હરકત ગણાવી.
આ ઉપરાંત ફ્રાન્સ, બાંગ્લાદેશ,. ભૂટાન અને શ્રીલંકાએ પણ પુલવામા આતંકી હુમલાને કડક શબ્દોમાં વખોડ્યો. ચીને બેવડું ધોરણ અપનાવતા હુમલાની ટીકા તો કરી પરંતુ તેણે પાકિસ્તાન સ્થિત આતંકી સમૂહ જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને યુએન દ્વારા આતંકી જાહેર કરાવવાની ભારતની અપીલને ફરી એકવાર ફગાવી દીધી.