નવી દિલ્હી: યૂકે સહિત અનેક યૂરોપિયન દેશો પછી હવે એશિયામાં પણ ડેલ્ટા વેરિયન્ટનો એક સબ-લીનિએજ ફેલાઈ રહ્યો છે. રશિયા અને ઈઝરાયેલથી ડેલ્ટા સ્ટ્રેનના વધુ એક સબ-વેરિયન્ટના કેસ સામે આવ્યા છે. AY.4.2 નામના આ સબ-વેરિયન્ટને મૂળ ડેલ્ટા વેરિયન્ટથી 10થી 15 ટકા વધારે સંક્રામક ગણાવવામાં આવી રહ્યો છે. જોકે હજુ નિષ્ણાતો કહી રહ્યા છે કે તેના મોટાપાયે ફેલાવાની સંભાવના ઓછી છે. પરંતુ ટેસ્ટ ચાલી રહ્યા છે. જો વધારે કેસ સામે આવે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તેને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની યાદીમાં સામેલ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે AY.4.2 બાકીથી કેમ અલગ છે
AY.4.2 હકીકતમાં ડેલ્ટા વેરિયન્ટના એક સબ-ટાઈપનું પ્રસ્તાવિત નામ છે. તેને દુનિયાભરના અનેક દેશોમાં જોવા મળ્યો છે. તેના સ્પાઈક પ્રોટીનમાં બે મ્યૂટેશન Y145H અને A222V છે. એક્સપર્ટ્સના મતે બંને મ્યૂટેશન અનેક અન્ય લીનિએજમાં મળ્યા છે. પરંતુ તેની ફ્રીકવન્સી ઓછી રહી છે. જુલાઈ 2021માં યૂકેના એક્સપર્ટસે AY.4.2ની ઓળખ કરી છે. એક અનુમાન પ્રમાણે આ નવા સબ-ટાઈપની યૂકેના નવા મામલામાં 8-9 ટકા ભાગીદારી છે.


Kashmir પર ભારતનો જબરદસ્ત 'માસ્ટરસ્ટ્રોક', પૂર્વ PAK રાજદૂતે સ્વીકાર્યું- આ નિર્ણય ભારતની મોટી જીત


સબ વેરિયન્ટ વધારે ખતરનાક નથી
એક્સપર્ટ્સના મતે નવો સબ-વેરિયન્ટ આલ્ફા અને ડેલ્ટાની સરખામણીએ કંઈપણ નથી. આ કારણે તે એવું માનીને ચાલી રહ્યા છે કે આ મહામારીની ચાલને વધારે પ્રભાવિત નહીં કરે. એક રિપોર્ટ પ્રમાણે સંક્રામક બીમારીઓના નિષ્ણાત વિલિયમ શાફનરે કહ્યું કે હજુ દુનિયાને અનેક વેરિયન્ટ જોવા મળશે. તેમણે કહ્યું કે હવે જે કંઈપણ થશે તે ડેલ્ટામાંથી આવશે.


અનન્યા પાંડેને સમીર વાનખેડેએ લગાવી ફટકાર, કહ્યું- આ NCB ઓફિસ છે, કોઈ પ્રોડક્શન હાઉસ નથી


બચવાનો શું છે રસ્તો
કોવિડ-19ના કોઈપણ વેરિયન્ટમાંથી બચવાનો રસ્તો પણ તે જ છે. પોતાની જાતને વેક્સીનેટ કરાવી લો. ભલે કોઈપણ વેરિયન્ટ વેક્સીનના સુરક્ષા કવચને ભેદી નાંખે પરંતુ તે મોતના ખતરાને ઘણી ઓછી કરી દેશે. કેટલાંક દેશોમાં ઈન્ફેક્શન પર કંટ્રોલ માટે બૂસ્ટર શોટ પણ આપવામાં આવી રહ્યા છે. તે સિવાય દરેક લોકોએ કોરોનાના નિયમો માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જ જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube