અનન્યા પાંડેને સમીર વાનખેડેએ લગાવી ફટકાર, કહ્યું- આ NCB ઓફિસ છે, કોઈ પ્રોડક્શન હાઉસ નથી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના અધિકારી સમીર વાનખેડેએ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવી હતી. પરંતુ તે સતત નિર્ધારિત સમય કરતા મોડી આવતા તેમણે તેમણે અનન્યા પાંડેને બરાબર ફટકાર લગાવી.

અનન્યા પાંડેને સમીર વાનખેડેએ લગાવી ફટકાર, કહ્યું- આ NCB ઓફિસ છે, કોઈ પ્રોડક્શન હાઉસ નથી

મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના અધિકારી સમીર વાનખેડેએ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવી હતી. પરંતુ તે સતત નિર્ધારિત સમય કરતા મોડી આવતા તેમણે તેમણે અનન્યા પાંડેને બરાબર ફટકાર લગાવી. સૂત્રોના હવાલે આવેલા ખબર મુજબ શુક્રવારે થયેલી પૂછપરછમાં પણ અનન્યા પાંડે મોડેથી પહોંચી હતી. ત્યારબાદ NCB ના ઝોનલ ડાયરેક્ટરે પૂછપરછ શરૂ કરતા પહેલા આકરી ફટકાર લગાવી. 

સાડા ત્રણ કલાક લેટ પહોંચી અનન્યા
વાત જાણે એમ છે કે એનસીબીએ શુક્રવારે સતત બીજા દિવસે અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી. એનસીબીએ અનન્યાને સવારે 11 વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ તે ટાઈમ પર પહોંચી નહીં અને બપોરે 2.30 વાગે એનસીબી ઓફિસ પહોંચી. આ અગાઉ ગત ગુરુવારે પણ અનન્યાને એનસીબીએ 2 વાગે ઓફિસ બોલાવી હતી પરંતુ તે સાંજે ચાર વાગે પહોંચી. આ  કારણે એનસીબી પોતાની પૂછપરછ પૂરી કરી શકી નહીં. 

આવામાં સતત બીજા દિવસે મોડા આવવાના કારણે વાનખેડે, ગઈ કાલે એટલે કે શુક્રવારે અનન્યા પાંડે પર ભડકી ગયા અને તેમણે તેને કાયદાનું મહત્વ સમજાવ્યું. વાનખેડેએ અનન્યાને ફટકાર લગાવીને કહ્યું કે તમને 11 વાગે બોલાવ્યા હતા અને તમે હવે આવો છો. અધિકારી તમારા ઈન્તેજારમાં નથી બેઠા. આ કોઈ પ્રોડક્શન હાઉસ નથી પરંતુ એક સેન્ટ્રલ એજન્સીની ઓફિસ છે. આથી જેટલા વાગે બોલાવવામાં આવે તે સમયે પહોંચી જાઓ.

અનન્યા પાંડેના ગેઝેટ્સ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા
એનસીબીના સૂત્રોના જણાવ્યાં મુજબ અભિનેત્રી અનન્યા પાંડેના 7 ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં મોબાઈલ અને લેપટોપ પણ સામેલ છે. આ ફોરેન્સિક તપાસ દ્વારા એનસીબી એવી ચેટ્સ અને ડિટેલ્સને મેળવવા માંગતી હશે જે કદાચ ડિલીટ કરી દેવાઈ હોય. આ ચેટ્સ એનસીબી રિટ્રીવ કરવા માંગે છે. જો આ રિટ્રીવ ડેટા સોમવાર સુધીમાં આવી જાય તો અનન્યા પાંડેની તે આધાર ઉપર પણ પૂછપરછ કરવામાં આવશે. 

વિસ્ફોટક વોટ્સએપ ચેટ્સ
એનસીબીની પૂછપરછમાં વારંવાર એકવાત સામે આવી રહી છે અને તે છે વોટ્સએપ ચેટ્સ, રિયા ચક્રવર્તીથી લઈને આર્યન ખાન સુધી એનસીબીને વોટ્સએપ ચેટ્સથી અનેક જાણકારીઓ મળી છે. ચેટમાં આર્યન ખાને અનન્ય પાંડેને પૂછ્યું હતું કે શું ગાંજો અરેન્જ થઈ શકે છે? તો જવાબમાં અનન્યા પાંડેએ લખ્યું કે હું અરેન્જ કરી દઈશ. પરંતુ પોતાની સફાઈમાં અનન્યા પાંડેએ કહ્યું કે હું તો ફક્ત મજાક કરતી હતી. 

શું છે મામલો?
વાત જાણે એમ છે કે મુંબઈ ડ્રગ્સ પાર્ટી મામલે NCB ની તપાસનો દાયરો વધી રહ્યો છે. બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને તેના મિત્ર આ મામલે જેલના સળિયા પાછળ છે. જ્યારે હવે આ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડે પણ એનસીબીની રડાર પર છે. શુક્રવારે અનન્યા પાંડેની આ મામલે સતત બીજીવાર પૂછપરછ થઈ. પરંતુ તે એનસીબીના ઓફિસે નિર્ધારિત સમયની જગ્યાએ 3 કલાક લેટ પહોંચી. તેનું આ રીતે લેટ પહોંચવું એનસીબીને બિલકુલ ગમ્યું નહીં. જેથી કરીને અનન્યાએ ફટકાર ખાવી પડી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news