ઇઝરાયલ: દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. જેમાં 5 દિવસથી કોરોનાના કેસ 60 હજારની સપાટી વટાવી ગયા છે. ત્યારે કોરોના મહામારી સામેના જંગમાં ભારતના મિત્ર દેશ ઈઝરાયલે એઈમ્સને એક મોટી ભેટ આપી છે. ઈઝરાયલે એક એવો રોબોટ આપ્યો જે માત્ર દૂરથી દર્દીઓનું ચેકઅપ કરી શકે છે. સાથે જ સારવારમાં મદદ કરી શકે છે. જુઓ કોરોના કાળમાં કેવી રીતે આ રોબોટ દર્દીઓની સારવારમાં ઉપયોગી સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારીની વચ્ચે દિલ્લીની એઈમ્સને ડૉક્ટર રોબોટની આ ભેટ પોતાના સૌથી વિશ્વાસપાત્ર મિત્ર દેશ ઈઝરાયલથી મળી છે. ઈઝરાયલના રાજદૂત ડૉ. રોન મલ્કાએ દિલ્લીના એઈમ્સ ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાને આ રોબોટને સોંપ્યા છે.


ઈઝરાયલના રાજદૂત ડૉ. રોન મલ્કાએ જણાવ્યું હતું કે કોવિડ-19 સામે જંગમાં ભારત સાથે સહયોગમાં આ એક માઈલ સ્ટોન છે. ઈઝરાયલી દૂતાવાસ તરફથી AIP આધારિત ટેકનોલોજી અને ઉપકરણ નવી દિલ્લીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝને આપવામાં આવી રહી છે. સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીની મદદથી માત્ર એઈમ્સ કોરોના સામે અસરકારક રીતે લડી જ નહીં શકે. પરંતુ તેનાથી અહીંની હેલ્થકેર ફેસિલીટી પણ સારી થશે.


સૌથી પહેલા ઈઝરાયલે કોરોના મહામારી દરમિયાન પોતાના દેશમાં રોબોટનું સફળ પરીક્ષણ કર્યું હતું. અને કોરોનાની તપાસમાં મદદ લીધી હતી. હવે દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં આ રોબોટની સેવા લઈ શકાશે. 


જ્યારથી કોવિડ-19એ આખી દુનિયામાં પગપેસારો કરવાની શરૂઆત કરી. ત્યારથી ભારત ઈઝરાયલ સહિત 150થી વધારે દેશને મદદ કરી રહ્યું છે. બંને દેશ કોરોનાની સામે સાથે મળીને લડાઈ લડી રહ્યા છે. ભારતે જ્યાં ઈઝરાયલને દવા આપી. તો બદલામાં ઈઝરાયલે આ રોબોટ ભારતને સોંપ્યા છે. જે કોરોના મહામારી દરમિયાન અને તેના પછી પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.


આ રોબોટની મદદથી દર્દીનું ડાયગ્નોસીસ અને સારાવર દૂરથી જ કરી શકાશે. તેનો ઉપયોગ ભારતના બીજા ભાગોમાં પણ કરી શકાશે. આ એક એવી વસ્તુ છે જે ઘણી પ્રભાવશાળી અને ફાયદાકારક છે. ઈઝરાયલે ભારતને માત્ર આ રોબોટ જ આપ્યા નથી. આ રોબોટ સિવાય ઈઝી ટુ યૂઝ ટચ સ્ક્રીન તપાસ મશીન ટ્વીટો પ્રો પણ આપ્યું છે. આ મશીન દ્વારા


કાનની તસવીર
મોંની તસવીર
સ્કીનની તસવીર
હ્રદયની કંડીશન
ફેફસાંની તસવીર
પેટની બીમારી
શરીરનું તાપમાન
હાર્ટ બીટની ગણતરી કરી શકાશે.


ઈઝરાયલે આ સિવાય પહેલાથી બીમારી બતાવનારું મશીન અર્લી સેન્સ પણ ભેટમાં આપ્યું છે. જે દર્દીના શરીરમાં થનારા ફેરફારોને પહેલા બતાવી દેશે. એસન્સ નામના ઉપકરણ પણ સોંપ્યા છે. જે ઈમરજન્સી કેસમાં નજીકના ડોક્ટરોને જાતે કોલ કરશે અને દર્દીને સમયે સારવાર મળી જશે. ઈઝરાયલ પાસેથી મળેલા આ રોબોટ અને ઉપકરણોથી કેવી રીતે શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં મદદ મળી શકશે.


હાલ આ રોબોટ્સ અને અત્યાધુનિક ઉપકરણોની ટ્રાયલ દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં કરવામાં આવશે અને જો આ ટ્રાયલ સફળ રહી તો પછી એઈમ્સની સાથે સાથે અન્ય હોસ્પિટલોમાં પણ તેની મદદ લઈ શકાશે. જેનાથી કોરોનાને હરાવવામાં ડૉક્ટરોને વધારે મદદ મળશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube