જાપાનમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી, 24 લોકો જીવતા ભૂંજાયા
જાપાનમાં એક એનિમેશન પ્રોડક્શન કંપનીમાં આજે લાગેલી શંકાસ્પદ આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ક્યોતો શહેરમાં આવેલી ઈમારત બળીને ખાખ થઈ ગઈ. પોલીસે જણાવ્યું કે એવું લાગે છે કે આગ જાણી જોઈને લગાડવામાં આવી.
ટોકિયો: જાપાનમાં એક એનિમેશન પ્રોડક્શન કંપનીમાં આજે લાગેલી શંકાસ્પદ આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ક્યોતો શહેરમાં આવેલી ઈમારત બળીને ખાખ થઈ ગઈ. પોલીસે જણાવ્યું કે એવું લાગે છે કે આગ જાણી જોઈને લગાડવામાં આવી. પરંતુ હજુ તેની પાછળના હેતુ વિશે કોઈ જાણકારી મળી નથી.
એવી આશંકા છે કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમને એવું લાગે છે કે અનેક લોકો આગથી બચવામાં નિષ્ફળ ગયાં. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે દમ ઘૂટી જવાના કારણે મોત નિપજેલા 12ના મૃતદેહો મળ્યાં.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...