વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump)ના ચૂંટણીમાં ગોટાળાના આરોપોને વધુ એક આંચકો લાગ્યો છે. જોર્જિયા (Georgia)માં કરવામાં આવેલી રિકાઉન્ટિંગમાં પણ જો બાઇડેન (Joe Biden)ને જીત મળી છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે બાઇડેન સામાન્ય અંતરથી ચૂંટણી જીતી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપબ્લિકનનો ગઢ ધ્વસ્ત
જોર્જિયાને રિપબ્લિકનનો ગઢ ગણવામાં આવે છે. એટલા માટે જ્યારે પરીણામ બાઇડેનના પક્ષમાં આવે તો ડોનાલ્ડ ટ્રમપને તેને સ્વિકાર કરવાની મનાઇ કરી દીધી. જોકે હવે સ્પષ્ટ થઇ ગયું કે જનતાએ બાઇડેનને જ વોટ આપ્યા છે. જોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રાંડ રેફેંસપર (Brad Raffensperger)એ કહ્યું કે ઓડિટથી પુષ્ટિ થઇ ગઇ છે કે મશીન દ્વારા કરવામાં આવેલી ગણતરી સાચી હતી. 


નિરાશ છું પરંતુ આંકડા પર વિશ્વાસ
તેમણે આગળ કહ્યું કે બીજા રિપબ્લિકનની માફક હું પણ તે હારથી નિરાશ છું, પરંતુ મારું માનવું છું કે નંબર ખોટું બોલતા નથી. વોટોની જે સંખ્યા આજે અમને બતાવવામાં આવી છે, મને તેના પર વિશ્વાસ છે. તમને જણાવી દઇએ કે બ્રેંડ રેફેંસપર પોતાને ટ્રમ્પના સમર્થન ગણાવતા આવ્યા છે. 


મોટું અંતર નહી
આ જીત સાથે જ બાઇડેન લગભગ ત્રણ દાયકા બાદ આ મહત્વપૂર્ણ રાજ્યથી જીતનાર પહેલાં ડેમોક્રેટ બની ગયા છે. જોર્જિયામાં બાઇડેનએ 14,000થી વધુ મતોથી ચૂંટણી જીતી હતી. રિકાઉન્ટિંગમાં સામાન્ય ખામી સામે આવી. જેના લીધે તેમની જીતનું અંતર 0.5 ટકા રહી ગયું. એટલે તેમણે સામાન્ય ંતરથી જીત પ્રાપ્ત કરી છે. 


તો બીજી તરફ જોર્જિયાના વોટિંગ સિસ્ટમ ઇમ્પ્લીમેંટેશન મેનેજર અને રિપબ્લિકન ગ્રેબ્રિયન સ્ટર્લિંગે CNNને જણાવ્યું કે મશીનોને લઇને ઘણી ફરિયાદો મળી હતી. જેમાં સૌથી મુખ્ય એ હતું કે મશીનોમાં વોટ બદલાઇ ગયા છે. પરંતુ એવું જોર્જિયામાં તો બિલકુલ થયું નથી અને અમે તેને સાબિત કરી દીધું છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube